તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th June 2024
રશિયામાં ભયાનક આતંકી હુમલો: પાદરીનું માથું વાઢી લીધું: ૧૫ પોલીસને ફૂંકી માર્યા: અનેક ઘાયલ: ૭ આતંકીના મોત : રશિયામાં આતંકી હુમલો: ખ્રિસ્તી પાદરી નિકોલેની ચર્ચમાં હત્યા કરી માથું વાઢી નાખ્યું: ચર્ચ-સિનેગોગ પર બેફામ ફાયરિંગ, ૧૫ પોલીસકર્મીના મોત: ૨૫ ઘાયલ: વળતી કાર્યવાહીમાં પોલીસે ૭ આતંકીઓને ઠાર માર્યા. : રશિયાના ઉત્તર કોકેશસ ક્ષેત્રમાં આવેલા દાગિસ્તાન ખાતે આતંકીઓએ એક સિનેગોગ, બે ચર્ચ અને એક પોલીસ ચોકીને નિશાન બનાવીને ઘાતક હુમલો કર્યાની માહિતી સામે આવી છે. : આ ક્રૂર હુમલામાં લગભગ ૧૫ જેટલાં પોલીસ અધિકારીઓ, એક પાદરી જીવ ગુમાવી ચૂક્યા છે. જ્યારે ૨૫થી વધુ લોકો ઘાયલ હોવાની માહિતી છે. મૃતકાંક હજુ વધી શકે છે.

(9:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
