News of Monday, 24th June 2024
કચ્છમાં દેશી દારૂની ધમધમતી ભઠ્ઠીઓ
મુંદ્રામાં સ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડો

ભુજ,તા.૨૪: કચ્છમાં સ્થાનિક પોલીસની હાજરી વચ્ચે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દેશી દારૂની ભઠ્ઠી ઉપર પડેલા દરોડાએ ચકચાર સાથે સરહદી જિલ્લાની કામગીરી સામે ચર્ચા જગાવી છે. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા મુન્દ્રા તા. ના નવીનાળ ગામની સીમમાં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે ૫૪૦ લીટર દેશી દારૂ તેમ જ ૧.૯૦ લાખના મુદ્દામાલ સાથે ૯ આરોપીઓ ઝડપી પાડ્યા છે. ૩ આરોપી હજી ફરાર છે. કચ્છના ગ્રામીણ વિસ્તારોમાં દેશી દારૂના વધતાં જતાં દૂષણ એ દાટ વાળ્યો છે. પોલીસની આઉટ પોસ્ટ વધી છે. પરંતુ, દેશી દારૂના હાટડાઓ સામે જનતા રેડ વધી છે. જોકે, દેશી દારૂની બદી સામે મુન્દ્રા, અબડાસા, ભુજ, ભચાઉ, રાપર, ગાંધીધામ સહિત મોટાભાગના વિસ્તારોમાં અનેક વખત જનતા રેડ પડી ચૂકી છે. દેશી દારૂની ભઠ્ઠી ઉપર છેક રાજય કક્ષાએ થી પોલીસે રેડ પાડવી પડે એ હકીકત સવાલો સર્જે છે. બોર્ડર એરિયામાં કાયદાની ધાક હોવી એ રાષ્ટ્ર હિત માટે પણ જરૂરી છે.
(12:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
