તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th June 2024
રૂસમાં ત્રાસવાદીઓએ લોહીની હોળી ખેલી
ચર્ચ... યહુદી મંદિર... પોલીસ સ્ટેશન ઉપર ત્રાટક્યા : સંખ્યાબંધ મોત : રૂસના દાગીસ્તાનમાં કાળોકેર મચાવ્યો : રસ્તાઓ ઉપર લાશોના ઢગલા : ચર્ચમાં પાદરીનું ગળુ વાઢી લીધુ : ૧૫ પોલીસ કર્મચારીઓ શહીદ થયા : અનેક નાગરિકોના પણ મોત : ૬ હુમલાખોર ઠાર

મોસ્કો તા. ૨૪ : રશિયાના દાગેસ્તાનમાં આતંકીઓએ મોટો આતંકી હુમલો કર્યો છે. આતંકવાદીઓએ બે ઓર્થોડોક્સ ચર્ચ, એક સિનાગોગ અને ટ્રાફિક પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો.આતંકી હુમલામાં એક પૂજારી અને ૧૫ સુરક્ષાકર્મીઓ સહિત ૨૨ લોકોના મોતના સમાચાર પણ છે. રશિયન પોલીસની જવાબી કાર્યવાહીમાં છ હુમલાખોરો પણ માર્યા ગયા હતા. જયારે ૨૬ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે અને એક આતંકવાદીએ પોતાની જાતને વિસ્ફોટકોથી ઉડાવી દીધી હતી. આ હુમલા પ્રાદેશિક રાજધાની મખાચકલા અને ડર્બેન્ટ શહેરમાં થયા છે.
જો સૂત્રોનું માનીએ તો, અજાણ્યા હુમલાખોરો મખાચકલામાં ધાર્મિક ઇમારતો પર સ્વચાલિત હથિયારોથી ફાયરિંગ કરીને વાહનમાં ભાગી ગયા હતા.
આતંકવાદીઓએ રશિયાના દાગેસ્તાનમાં બે ચર્ચ, એક સિનાગોગ (યહૂદી મંદિર) અને એક પોલીસ ચોકી પર હુમલો કર્યો. જેમાં એક પાદરી અને ૧૫ પોલીસકર્મીઓ સહિત સંખ્યાબંધ નાગરિકોના મોત થયા છે. ૨૫ પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા છે. તે જ સમયે, ૨ આતંકવાદી પણ માર્યા ગયા છે.
સીએનએન અનુસાર, આતંકવાદીઓએ પૂજારીનું ગળું કાપી નાખ્યું હતું. પાદરી ૬૬ વર્ષના હતા. જે યહૂદી મંદિર અને ચર્ચ પર હુમલો કરવામાં આવ્યો છે તે દાગેસ્તાનના ડર્બેન્ટ શહેરમાં સ્થિત છે, જે મુસ્લિમ બહુમતી ઉત્તર કાકેશસમાં યહૂદી સમુદાયનો ગઢ છે. જયારે હુમલો થયો તે પોલીસ સ્ટેશન ડર્બેન્ટથી ૧૨૫ કિમી દૂર દાગેસ્તાનની રાજધાની મખાચકલામાં છે.
રશિયાના દાગેસ્તાનમાં હોબાળો થયો હતો, જયારે બંદૂકધારીઓએ પ્રાર્થના ગૃહ, એક ઓર્થોડોક્સ ચર્ચ અને પોલીસ ચોકી પર હુમલો કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા ૧૫ પોલીસ અધિકારીઓના મોત થયા હતા. દાગેસ્તાનમાં આંતરિક બાબતોના મંત્રાલયે આ માહિતી આપી. પોલીસ આ ઘટનાને અલગાવવાદી હિંસા તરીકે જોઈ રહી છે. પોલીસે હુમલામાં સામેલ બે આતંકીઓની પણ ધરપકડ કરી છે.
રોયટર પાસેથી મળેલી માહિતી મુજબ પ્રાર્થના ગૃહ અને ચર્ચ બંને દાગેસ્તાનના ડર્બેન્ટ શહેરમાં સ્થિત છે. ઉત્તર કાકેશસનો આ મુખ્યત્વે મુસ્લિમ પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે, જયાં પ્રાચીન યહૂદી સમુદાયના લોકો રહે છે. આતંકવાદીઓએ લગભગ ૧૨૫ કિલોમીટર (૭૫ માઇલ) દૂર દાગેસ્તાનની રાજધાની મખાચકલામાં એક પોલીસ ચોકી પર પણ હુમલો કર્યો હતો. સ્થાનિક લોકોએ જણાવ્યું કે હુમલા બાદ પ્રાર્થના ગૃહમાં આગ લાગી હતી અને ચર્ચમાંથી ધુમાડો પણ નીકળતો જોવા મળ્યો હતો.
ડર્બેન્ટમાં એક ચર્ચ પર થયેલા હુમલામાં ૬૬ વર્ષીય ઓર્થોડોક્સ પાદરીનું મોત થયું હતું. અગાઉ, સ્થાનિક સરકારી અધિકારીએ દાવો કર્યો હતો કે હુમલાખોરોએ તેનું ગળું કાપી નાખ્યું હતું. ડર્બેન્ટમાં પોલીસ અધિકારીઓ પર થયેલા હુમલાને વીડિયોમાં કેદ કરવામાં આવ્યો હતો અને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો. ક્લિપમાં જોરથી ગોળીબાર સંભળાય છે, જેમાં પોલીસની અનેક ગાડીઓ રોડ પર પાર્ક કરેલી જોઈ શકાય છે. સત્તાવાળાઓ હુમલાખોરો સામે જવાબી કાર્યવાહી કરી રહ્યા છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, સેન્ટ્રલ ડર્બેન્ટમાં હજુ પણ ગોળીબારના અવાજો સંભળાય છે. સ્થાનિક સત્તાવાળાઓ હજુ પણ ઓર્થોડોક્સ ચર્ચની નજીક હુમલાખોરો સામે લડી રહ્યા છે.
રશિયન સમાચાર એજન્સીઓ અનુસાર, દેશના આંતરિક બાબતોના મંત્રાલયે કહ્યું કે બે હુમલાખોરોને ઠાર કરવામાં આવ્યા છે. હુમલાખોરો સૌપ્રથમ ડર્બેન્ટમાં કારમાં ભાગતા જોવા મળ્યા હતા. દાગેસ્તાનના વડા સર્ગેઈ મેલિકોવે કહ્યું, ‘અજાણ્યા લોકોએ રવિવારે રાત્રે ડર્બેન્ટ અને મખાચકલામાં જાહેર પરિસ્થિતિને અસ્થિર કરવાનો પ્રયાસ કર્યો. દાગેસ્તાનના પોલીસ અધિકારીઓ તેમના માર્ગમાં ઉભા હતા. પ્રાથમિક માહિતી અનુસાર તેમની વચ્ચે કેટલાક જાનહાનિ થઈ છે. તમામ સેવાઓ સૂચના મુજબ કામ કરી રહી છે... હુમલાખોરોની ઓળખ કરવામાં આવી રહી છે.'
સૂત્રોએ જણાવ્યું કે તાજેતરના વર્ષોમાં દાગેસ્તાનમાં હિંસા ઘટી છે. પડોશી રશિયન પ્રજાસત્તાક ચેચન્યામાં જે પ્રકારનો સંઘર્ષ થયો હતો તે પ્રદેશે ક્યારેય અનુભવ્યો નથી, જયાં રશિયન દળો અને અલગતાવાદીઓએ એક જ સમયે બે ઘાતકી યુદ્ધો લડ્યા હતા
રશિયાની રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી સમિતિએ પણ એક નિવેદનમાં હુમલાની પુષ્ટિ કરી છે. દાગેસ્તાનના આંતરિક બાબતોના મંત્રાલયે જણાવ્યું હતું કે સશષા માણસોના એક જૂથે એક સિનાગોગ અને એક ચર્ચ પર ગોળીબાર કર્યો હતો. જેમાં ૨ આતંકવાદીઓ માર્યા ગયા છે.
અલજઝીરા ન્યૂઝ નેટવર્ક અનુસાર, ડર્બેન્ટમાં એક સિનાગોગ અને ચર્ચમાં આતંકી હુમલાને કારણે આગ લાગી હતી. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. હુમલા બાદ હુમલાખોરો કારમાં ભાગતા જોવા મળ્યા હતા. આતંકવાદીઓએ અન્ય યહૂદી મંદિર પર પણ ગોળીબાર કર્યો હતો. સારી વાત એ હતી કે તે સમયે ત્યાં કોઈ નહોતું.
રશિયન સમાચાર એજન્સી TASS એ અહેવાલ આપ્યો છે કે હુમલાખોરો આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠનના સભ્યો હતા. હાલ કોઈ આતંકવાદી સંગઠને હુમલાની જવાબદારી લીધી નથી.
(10:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
