<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th June 2024

ગુજરાતમાંથી વાહનો ઉઠાવી રાજસ્થાનમાં વેચાણ કરતી ગેંગના ત્રણ સભ્યો ઝડપાયા

વડોદરા ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ આર.જી.જાડેજા ટીમને મોટી સફળતા : સામાન્ય માણસોના લોનથી લીધેલ વાહન ઉઠાવી જવાની સીપી નરસિંહમાં કોમાર સુધી થયેલ રજૂઆત આધારે આખો કાફલો ઉતારી દેવાયેલ : જેસીપી મનોજ નિનામા, ડીસીપી યુવરાજસિંહ ગોહિલ અને એસીપી હરપાલસિંહ રાઠોડ વિગેરેનું માર્ગદર્શન ઉપયોગી પુરવાર થયું

રાજકોટ તા. ૨૪ : વડોદરા, સુરત સહિત ગુજરાતભરમાંથી બાઇક ઉઠાવી તે રાતોરાત રાજસ્થાન પહોંચાડી ત્યાં વેચાણ કરતી કુખ્યાત ગેંગ અંતે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ આર.જી.જાડેજા ટીમના સંકજામાં આવી જવા સાથે ૬ બાઇક સાથે ત્રણ મહત્વના સભ્યો ઝડપાઇ જતાં મોટી સફળતા મળી છે.     

વડોદરા શહેરમાં બાઇક ચોરીનાં વધતા બનાવો અંગે સામાન્ય લોકોએ પોતાની લોન લઇ વસાવેલા વાહનો ઉપડી જતા હોવાની ફરિયાદ કેટલાક જાગૃત લોકો દ્વારા પોલીસ કમિશનર નરસિંહમાં કોમાર સુધી પહોંચતાં સામાન્ય લોકોની આર્થિક હાલત અને નાની રકમ પણ કેટલી મોટી હોય છે તે સારી રીતે સમજતા આ આઇપીએસ દ્વારા સ્થાનિક પોલીસ મથક સાથે જેસીપી મનોજ નિનામા, ડીસીપી યુવરાજસિંહ ગોહિલ, એસીપી હરપાલસિંહ રાઠોડ સાથે ચર્ચા કરી પીઆઇ આર.જી.જાડેજાના નેતૃત્વમાં વિવિધ ટીમો કાર્યરત કરી જવાબદારી સુપ્રત કરી હતી.

ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેકટર આર.જી.જાડેજાનાઓની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ.આર.એન. બારૈયા નાઓ ટીમના માણસો સાથે વાહન ચોરીના ગુનાઓ કરતાં ઇસમોની સીસીટીવી, ટેકનીકલ અને હ્યુમન સોર્સીસ આધારીત સતત શોધખોળમાં રહેલા. દરમ્યાન ટિમને મળેલ બાતમી આધારે ટિમના માણસો હાલોલ રોડ પર ગોલ્ડન ચોકડીથી ટોલ નાકા વચ્ચે ખાનગી રાહે વોચમાં રહેલા.દરમ્યાન ગોલ્ડન ચોકડી તરફથી નંબર પ્લેટ વગરની બે મોટર સાયકલ પર ત્રણ ઇસમો આવી હાલોલ તરફ જતા હોય તેઓની પર શંકા જતા બન્ને મોટર સાયકલને રોકી આ ત્રણ ઇસમો નં.(૧) મહાવીરકુમાર નારાયણલાલ ચંદેલ (ખટીક) રહે. પાન્ડેસરા,સુરત મુળ કુમારનાડા ગામ, તા.ભીમ જી.રાજસમદ રાજસ્થાન નં.(૨) વિરેન્દ્રસિંગ ખંગારસિંગ રાવત રહે. સ્વરૂપા બાગમાલ ગામ, તા.ટોડગઢ જી.બ્યાવર રાજસ્થાન નં.(૩) લોકેશસિંગ ગુલાબસિંગ રાવત રહે. ખડમાલ ગામ તા. ટોડગઢ જી.બીયાવર રાજસ્થાનનાઓ હોય અને તેઓની ઝડતી દરામ્યાન તેઓ પાસેથી ત્રણ મોબાઇલ ફોન મળી આવતા આ ત્રણેય ઇસમો પાસેની બન્ને મોટર સાયકલના પેપર્સ તેમજ મો.ફોનોના બીલ માંગતા તેઓએ પોતાની પાસે નહી હોવાનુ જણાવેલ તેમજ આ ત્રણેય ઇસમોને તેઓ પાસેની બન્ને મો.સા.ના માલીકી સંબધે પણ કોઇ સચોટ માહીતી નહી આપતા જેથી આ ઇસમોની સઘન પુછપરછ કરવામાં આવતા તેઓએ આ તેઓ પાસેથી મળી આવેલ બન્ને મો.સા.સહીત કુલ ત્રણ મો.સા.ની વડોદરા શહેરમાંથી ચોરી કરેલાનુ અને સુરત શહેર ખાતેથી ત્રણ મો.સા.ચોરી કરી રાજસ્થાન રાખેલ હોવાનુ જણાવી વડોદરા શહેરમાંથી ચોરી કરેલ પેસન મો.સા.બંધ થઇ જતાં મુકેલ જગ્યાએ લઇ જઇ મો.સા.બતાવતા આમ વડોદરા શહેરની ચોરી કરેલ ત્રણેય મો.સા.કબજે કરી આ ત્રણેય ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ. આ પકડાયેલ ઇસમોની પુછપરછ દરમ્યાન વડોદરા શહેરના સમા તળાવ પાસેના પાકશ્નગના અને નજીકના વિસ્તારોમાંથી આ બુલેટ, યામાહા આર-૧૫, પેશન મો.સા.ની ચોરી કરેલાની, અમદાવાદ ખાતેથી એક મેસ્ટ્રો મોપેડની ચોરી કરેલાની તેમજ સુરતના કામરેજ, ઉધના અને ખાતેથી ત્રણ મો.સા.ની ચોરી કરેલાની અને સુરત ખાતેથી ચોરી કરેલ ત્રણેય

મો.સા.પકડાયેલ ઇસમ મહાવીરના રાજસ્થાન ખાતેના ગામે રાખેલાની હકીકત જણાવતા આ અંગે આરોપીના સગાઓને જાણ કરવામાં આવતા આરોપીના સગા દ્વારા આ ચોરીની ત્રણેય મો.સા. વડોદરા ખાતે તપાસ દરમ્યાન લાવતા આ ત્રણેય મો.સા.પણ ધાયેલ હોય તપાસ અર્થે કબજે કરી આરોપીઓએ વડોદરા ખાતેથી ચોરી કરેલ ત્રણેય મો.સા.અંગે સમા પોલીસ સ્ટેશનમાં ગુનાઓ તેમજ સુરતના સુરત કામરેજ, ઉધના અને પોલીસ સ્ટેશનમાં વાહનચોરીનો ગુનો નોંધાયેલ હોય જેથી આ અંગે સમા પોલીસ સ્ટેશન અને પોલીસને જાણ કરી આગળની તપાસ માટે સોંપવા અંગેની કાર્યવાહી કરવામાં આવેલ છે

(12:14 PM IST)