<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th June 2024

નાસા હવે લેશે મંગળની હવાના પણ નમૂના

નવી દિલ્હી: અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા નેશનલ  એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન(નાસા) પૃથ્વીના પડોશી ગ્રહ મંગળની હવા પૃથ્વી પર લાવશે. નાસાના વિજ્ઞાાનીઓ સૌર મંડળના લાલ ગ્રહના વાતાવરણ, વાતાવરણમાંના વાયુઓ, હવા, ખડકો,માટી, વગેરેના નમૂનાનું વૈજ્ઞાાનિક પરીક્ષણ કરીને મંગળનો કરોડો વર્ષ પહેલાંનો અને હાલનો સચોટ કુદરતી નકશો તૈયાર કરવા ઇચ્છે છે. નાસાના વિજ્ઞાાનીઓ તો મંગળના કરોડો વર્ષ પહેલાંના વાતાવરણની સરખામણીએ પૃથ્વીના જન્મના શરૂઆતના તબક્કાના વાતાવરણ સાથે પણ કરવા ઇચ્છે છે. આ અત્યંત પડકારરૂપ કામગીરી નાસાના માર્સ સેમ્પલ રિટર્ન મિશન અંતર્ગત થશે. નાસા ૨૦૨૩ના અંત સુધીમાં મંગળના ખડકો, માટી અને હવા વગેેરેના નમૂના પૃથ્વી પર લાવશે. નાસાએ અગાઉ ૧૯૬૯માં તેનું એપોલો-૧૧ અવકાશયાન  ચંદ્ર પર મોકલીને  ચંદ્રમાના ખડકો પૃથ્વી પર લાવીને તેનો ગહન સંશોધનાત્મક અભ્યાસ કર્યો  છે. નાસાની જેટ પ્રપલ્ઝન લેબોરેટરી(કેલિફોર્નિયા) ના  પ્લેનેટરી સાયન્સના નિષ્ણાત બ્રાન્ડી કેરીયર અને તેની ટીમે એવી માહિતી આપી છે કે  હાલ   નાસાનું પર્સિવરન્સ રોવર સૂર્યમંડળના રાતા ગ્રહ મંગળના જેઝેરો   ઉલ્કાકુંડ નજીક  ફરીને   વિવિધ  પ્રકારના  પ્રયોગો  કરી રહ્યું  છે. આ જ પર્સિવરન્સ રોવરે અત્યારસુધીમાં રાતા ગ્રહના ખડકો,માટી વગેરેના  નમૂના એકઠા કર્યા છે. રોવરે  આવા ૨૪ નમૂનાને ટીટેનિયમ નામની ધાતુની ખાસ પ્રકારની બનાવેલી એર ટાઇટ ટયુબમાં બંધ  કરીને તૈયાર રાખ્યા છે.

 

(7:00 PM IST)