Gujarati News

Gujarati News

  • ચેન્નાઈ ટેસ્ટ : બીજા દિવસે ઈંગ્લેન્ડના ૮ વિકેટે ૫૫૮ રનની ધમાકેદાર ઈનિંગ : ભારત - ઈંગ્લેન્ડ વચ્ચેના ટેસ્ટ મેચના બીજા દિવસે ઈંગ્લેન્ડની ધમાકેદાર બેટીંગથી ૮ વિકેટે ૫૫૮ રન થયા છે : જા રૂટની શાનદાર બેવડી સદીથી ૨૧૪ રન બનાવ્યા છે : બેન સ્ટોક ૮૨, ઓલી પોપ ૩૪, જાશ બટલરે ૩૦ રન બનાવ્યા છે : ડોમ બેસ ૨૮ અને લીચ ૬ રને નોટઆઉટ છે : જોફ્રા આર્ચર ૦ રને આઉટ થયો છે : અશ્વિન - ઈશાંત - બુમરાહ અને નદીમને ૨-૨ વિકેટો access_time 5:24 pm IST

  • સાંજ સુધીમાં ૫૨,૯૦,૪૭૪ લોકોએ વેક્સિન મુકાવી લીધી આજે સાંજે છ સુધીમાં ભારતમાં ૫૨,૯૦,૪૭૪ લોકોએ કોરોના વેક્સીન મુકાવી લીધી છે: સત્તાવાર જાહેરાત access_time 9:01 pm IST

  • અમેરિકામાં છેલ્લા ૨૪ કલાકમાં સવા લાખથી વધુ કોરોના કેસ નોંધાયા, નવા મૃત્યુ ૩૫૦૦, જ્યારે હોસ્પિટલમાં ૮૬ હજાર લોકો સારવાર લઇ રહ્યા છે, ૧૭ હજાર થી વધુ લોકો આઈસીયુમાં જીવન મરણ વચ્ચે ઝઝૂમી રહ્યા છે: ઇંગ્લેન્ડમાં સતત ૨૦ હજારની નીચે કેસો છે, આઈસીયુ માં ૩૫૦૦ અને નવા મૃત્યુ એક હજાર નોંધાયા છે: ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૧ હજાર નવા કેસો અને મૃત્યુ ૧૦૦થી પણ નીચે, ૯૫ નોંધાયા છે, જ્યારે ૧૪ હજારથી વધુ સાજા થયા છે: બ્રાઝિલ, સ્પેન, ઇંગ્લેન્ડ, રશિયા, ઇટલી, જર્મની જેવા દેશોમાં છેલ્લા ૨૪ કલાકમાં સતત ૧૦ થી ૫૬ હજાર સુધી કોરોનાના નવા કેસ નોંધાયા છે access_time 10:34 am IST