Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

મહાપાલિકા ચૂંટણી : આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ સોમવારે ચકાસણી : ૯મી સુધી પાછા ખેંચી શકાશે

રાજકોટ તા. ૬ : રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉત્તેજના સર્જાઇ ગઇ છે, ભાજપે ગઇકાલે તમામ ૭૨ બેઠકો ઉપર ફોર્મ ભર્યા, કોંગ્રેસના ૩૧ ઉમેદવારોએ ફોર્મ રજૂ કર્યા, ગઇકાલે બપોરે ૩ સુધીમાં ૨૯૪ ફોર્મ ભરાયા હતા.

દરમિયાન આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, આજે કોંગ્રેસના ૪૧ તો ભાજપના ડમી ઉમેદવારો ફોર્મ ભરશે, બપોરે ૩ સુધીમાં ૪૦૦થી વધુ ફોર્મ ભરાશે, આજે ફોર્મ ભરવાનું પુરૂં થયા બાદ સોમવારે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં ચકાસણી થશે અને મંગળવાર તા. ૯ સુધીમાં ફોર્મ પાછા ખેંચી શકાશે, ત્‍યારબાદ પ્રતિકોની ફાળવણી, બેલેટ પેપર, સ્‍ટાફની તાલીમ સહિતની કાર્યવાહી થશે.

(10:11 am IST)