Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

રાજકોટના વોર્ડ નં. ૧ થી ૧૮ માં છેલ્લા દિવસે ઉમેદવારોનો મેળાવડોઃ ભાજપ-કોંગ્રેસ-આપ-એનસીપી-બીએસપી-અપક્ષના ૩૦૬ થી વધુ ફોર્મ ભરાયા

વોર્ડ નં. ૧ થી ૩ માં કોંગ્રેસના ઉમેદવારોના મેન્ડેટ ર.પ૦ કલાકે પણ પહોંચ્યા નથીઃ આર. ઓ. સાથે 'અકિલા'ની વાતચીત

રાજકોટ તા. ૬ :.. રાજકોટમાં ફોર્મ ભરવા ભારે ધસારો થયો છે, ઉમેદવારોનો મેળાવડો જામ્યો છે, વોર્ડ નં. ૧ થી ૧૮ માં બપોરે ર-પ૦ કલાકે ભાજપ-કોંગ્રેસ-આપ-બસપા-એનસીપીના ૩૦૬ જેટલા ફોર્મ ભરાયા છે, જેમાં વોર્ડ નં. ૧ થી ૩ માં -૯૧, ૪ થી ૬ માં ૪પ, ૭ થી ૯ માં -૩૯, ૧૦ થી ૧ર માં -૪૭, ૧૩ થી ૧પ માં -૩ર, અને ૧૬ થી ૧૮ માં પર- ફોર્મ ભરાયા છે.

વોર્ડ નં. ૧ થી ૩ માં કોંગ્રેસના કોઇ ઉમેદવારના મેન્ડેટ હજુ પહોંચ્યા નહિ હોવાનું બપોરે ર.પ૦ કલાકે રીર્ટનીંગ ઓફીસર શ્રી પૂજા જોટાણીયાએ 'અકિલા' ને જણાવ્યું હતું.

(4:04 pm IST)