Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

જુની કલેકટર કચેરીએ વોર્ડ નં.૧૩માં કોંગ્રેસના ઉમેદવારોમાં ધમાલઃ પક્ષે બે ઉમેદવારોને ફોર્મ ભરવાનું કહેતા ચર્ચા જામીઃ પોલીસ બોલાવવી પડી

આજે જુની કલેકટર કચેરીએ વોર્ડનં.૧૩ ના રીર્ટનીંગ ઓફીસર શ્રી સિદ્ધાર્થ ગઢવીની ચેમ્‍બરની બહાર ભારે ધમાલ થઇ હતી વોર્ડ નં.૧૩માં કોંગ્રેસના ૩ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. તેમાં વધુ ર ઉમેદવારો દોડી આવતા સન્નાટો મચી ગયો હતો.  મળતી વિગતો મુજબ કોંગ્રેસ વોર્ડના ૧૩ માંથી આજે બે ઉમેદવારો વિજયસિંહ અને આદિત્‍યરાજસિંહ ગોહીલ બંનેને ફોર્મ ભરવાનું કહેતા બંને ઉમેદવારો પોતાના ટેકેદારો સાથે દોડી આવતા બંને સામસામે આવી ગયા હોય જેવી સ્‍થિતી સર્જાઇ હતી, કોંગ્રેસ પક્ષના મોવડીઓએ જેમનું મેન્‍ડેટ માન્‍ય રહેશે તે ઉમેદવાર ગણાશે તેમ જણાવતા વાતાવરણ ઉગ્ર બની ગયું હતું, બંનેના  ટેકેદારોના ટોળા થઇ જતા અને વાતાવરણ ઉગ્ર બનતા તંત્ર દ્વારા તુર્તજ પોલીસ બોલાવી પડી હતી જો, કે અન્‍ય કોઇ માથાકુટ થઇ ન હતી, પરંતુ બંને ઉમેદવારો ભારે નારાજ હતા, તસ્‍વીરમાં બન્ને હોદેદારો ભારેગુસ્‍સામાં પોતાના ટેકેદારો સાથે નજરે પડે છે.(તસ્‍વીર સંદીપ બગથરીયા)

(3:26 pm IST)