Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

રાજકોટમાં કોરોનાના સાંજે 19 રિપોર્ટ પોઝિટિવ સાથે આજે 29 કેસ નોંધાયા

રાજકોટ: શહેરમાં સાંજે 19 અને બપોરે 10 સાથે આજે કુલ 29 કેસ નોંધાયા છે.આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર વિગતો મુજબ આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે 12 વાગ્યા થી સાંજ સુધીમાં વધુ 19 રિપોર્ટ પોઝિટિવ  નોંધાતા કુલ કેસ 15,420 થયા છે. હાલમાં 96 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે 38 દર્દીઓ સાજા થતા હોસ્પિટલ માંથી રજા આપવામાં .

(9:55 pm IST)
  • કોરોના વેકિસન અપાયા પછી ૨૨ ના મૃત્યુ થયા છેઃ જો કે કોરોનાને લીધે નથી થયાઃ હેલ્થ તંત્ર : આરોગ્ય મંત્રાલયના કહેવા પ્રમાણે શુક્રવાર સુધીમાં દેશમાં કોવિડ ૧૯ મહામારી સામે રક્ષણ મેળવવા વેકસીન લીધા પછી કુલ ૨૨ લોકોના મૃત્યુ થયા છે. જો કે એક પણ મૃત્યુ વેકસીનને લીધે થયાનું પ્રમાણિત થયું નથી. વેકિસન મૂકાવ્યા પછી છેલ્લા ૨૪ કલાકમાં એક મૃત્યુ નોંધાયું હોવાનું આરોગ્યના એડિશનલ સેક્રેટરી મનોહર અગ્નાનીએ વધુમાં જણાવ્યું છે, આજ સુધીમાં કુલ ૫૨.૯૦ લાખ લોકોને કોરોના વેકિસન આપવામાં આવી છે. access_time 2:29 pm IST

  • જામનગરમાં ભાજપમાં વધુ એક ઉમેદવાર બદલાયા વોર્ડ નંબર 2 માં ભાજપના જાહેર કરાયેલા દિશાબેન અમીરભાઈ ભારાઈના સ્થાને કૃપાબેન આલાભાઈ રબારીને ટિકિટ અપાઈ. આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે (મુકુંદ બદીયાણી, જામનગર) access_time 12:17 pm IST

  • સાંજ સુધીમાં ૫૨,૯૦,૪૭૪ લોકોએ વેક્સિન મુકાવી લીધી આજે સાંજે છ સુધીમાં ભારતમાં ૫૨,૯૦,૪૭૪ લોકોએ કોરોના વેક્સીન મુકાવી લીધી છે: સત્તાવાર જાહેરાત access_time 9:01 pm IST