Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

વોર્ડ નં. ૯માં કોંગ્રેસમાં હોબાળો-બળવો...આર.ઓ. સમક્ષ બે ઉમેદવારો ફોર્મ ભરવા દોડી આવ્યા

રાજકોટ, તા. ૬ :. આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે નવી કલેકટર કચેરી ખાતે વોર્ડ નં. ૯મા કોંગ્રેસમાં હોબાળો-બળવો સર્જાયો હતો.

ફોર્મ ભરાતા હતા ત્યારે વોર્ડ નં. ૯માં કોંગ્રેસમાંથી અર્જુન ગુર્જરીયા અને પ્રતાપસિંહ કારડીયા બન્ને ફોર્મ ભરવા દોડી આવ્યા હતા.

આ બાબતે અર્જુન ગુર્જરીયાનો સંપર્ક સાધતા તેમણે જણાવેલ કે, મને તો પ્રમુખ શ્રી અશોકભાઈ ડાંગરની ફોન ઉપર સીધી સૂચના આવતા હું ફોર્મ ભરવા આવ્યો છું, પ્રતાપસિંહ કારડીયાની મને જાણ નથી. દરમિયાન પ્રતાપસિંહનો સંપર્ક સાધતા તેઓ મળી શકયા ન હતા, પરંતુ તેમની નજીકના કાર્યકરો એવુ કહેતા હતા કે પ્રતાપસિંહને પણ ફોર્મ ભરવાનો આદેશ આવ્યો છે.

(3:23 pm IST)