Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

જૂની કલેકટર કચેરી ખાતે મેન્ડેટ બાબતે આગેવાનો વચ્ચે નવેસરથી ફરી ધમાલ

રાજકોટ : જૂની કલેકટર કચેરી ખાતે કોંગ્રેસના આગેવાનો વચ્ચે બપોરે ૨:૩૦ વાગ્યા આસપાસ ફોર્મ ભરવા સમયે મેન્ડેટ બાબતે ભારે બઘડાટી બોલી ગઈ હતી. કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભરતા હતા ત્યારે મનીષાબા વાળાએ પ્રમુખ અશોકભાઇ ડાંગર પાસે મેન્ડેટ માગતા અશોક ડાંગરે તમારૂ હજુ મેન્ડેટ આવ્યુ નથી તેમ જણાવી દેતા મનીષાબા વાળાએ પોતે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેશે તેવી ચિમકી ઉચ્ચારતા ત્યાં હાજર રહેલ કોંગ્રેસી આગેવાન મિતુલ દોંગાએ મનીષાબા વાળા સાથે ઉગ્ર બોલાચાલી કરતાં ભારે ધમાલ થઈ હતી. આ પછી અન્ય આગેવાનોએ મામલો થાળે પાડ્યો હતો.

(4:04 pm IST)