Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

મેડીકલની ડીગ્રી આવ્યા પહેલા જ પાર્થ માધાણીએ ડોકટરી શરૂ કરી દીધી'તી

યુનિવર્સિટી પોલીસે પાર્થની ધરપકડ કરીઃ બે માસથી હોસ્પિટલમાં પ્રેકટીસ કરતો'તોઃ ટ્રસ્ટીઓની પણ પુછપરછ કરાશે

રાજકોટ તા. ૬ : યુનિવર્સિટી રોડ પર ચિત્રકુટધામ મેઇન રોડ પર શ્રી ચીત્રકુટધામ નાગરીક સમિતી ટ્રસ્ટ દ્વારા સંચાલીત દવાખાનામાં છેલ્લા બે માસથી પ્રેકટીસ કરતા બોગસ તબીબે મેડીકલની ડીગ્રી આપ્યા પહેલા જ ડોકટરી શરૂ કરી દીધી હતી.

મળતી વિગત મુજબ યુનિવર્સિટી રોડ પર ભગતસિંહ ગાર્ડન વાળી શેરીમાં ચિત્રકુટધામ મેઇન રોડ પર શ્રી ચિત્રકુટધામ નાગરીક સમિતી કલીનીકમાં તબીબ ડીગ્રી વગર પ્રેકટીસ કરતો હોવાની યુનિવર્સિટી પોલીસ મથકના પી.એસ.આઇ. એ.બી. જાડેજાને બાતમી મળતા પી.આઇ. એ. એસ.ચાવડાના માર્ગદર્શન હેઠળ પી. એસ.આઇ. એ.બી.જાડેજા, હેડકોન્સ રાજેશભાઇ, હરપાલસિંહ, યુવરાજસિંહ, મહેન્દ્રસિંહ, જેન્તીગીરી, મુકેશભાઇ, અજયભાઇ, બ્રિજરાજસિંહ અને કૃણદેવસિંહ સહિતે શ્રી ચિત્રકુટધામ નાગરીક સમીતી કલીનીકમાંથી પાર્થ શૈલેષભાઇ માધાણી (ઉ.રર) (રહે. નવલનગર શેરી નં. રમાં) ને પકડી લીધો હતો અને પોલીસે રૂ.૯૬૦ રોકડા, બે મોબાઇલ, સ્ટેથોસ્કોપ મશીન, નેબીયુલાઇઝર મશીન, બી.પી.માપવાનું મશીન, ટોર્ચ, ડ્રેસીંગ કરવાના ઇન્સ્ટ્રમેન્ટ, દર્દીના નામવાળો ચોપડો, અલગ અલગ કંપનીની દવાઓ તથા ઇન્જેકશનો મળી રૂ.૩,૬૩,૯૪૩ નો મુદ્દામલ કબ્જે કર્યોહતો પોલીસે પાર્થની પુછપરછ કરતા તે ડાંગર કોલેજમાં બી.એ.એમ.એસના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે, હાલ લોકડાઉનને કારણે અભ્યાસ બંધ હોવાથી કમાઇ લેવા માટે ડોકટર તરીકે પ્રેકટીસ શરૂ કરી દીધી હતી અને શ્રી ચીત્રકુટધામ નાગરીક સમિતી દ્વારા સંચાલીત હોસ્પિટલમાં ટ્રસ્ટીઓને 'પોતાનો અભ્યાસ પૂર્ણ થઇ ગયો છે, સર્ટીફીકેટ આવવાનું બાકી છે' તેમ કહી હોસ્પિટલમાં પ્રેકટીસ શરૂ કરી દીધી હતી અને પાર્થે છેલ્લા બે માસથી નોકરી કરતો હતો. આ બનાવમાં પોલીસે પાર્થની ધરપકડ કરી હોસ્પીટલના ટ્રસ્ટીઓના નિવેદન લેવા માટે તજવીજ હાથ ધરી છે.

(4:00 pm IST)