Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

કુટણખાનું ચલાવવાના ગુનામાં પકડાયેલ આરોપીઓને જામીન પર છોડવા હુકમ

રાજકોટ તા. ૬: રાજકોટ શહેરના 'એ' ડીવીઝન પોલીસ સ્ટેશનના ઇમોરલ ટ્રાફીક (પ્રીવેન્સીન) એકટ ૧૯પ૬ ની કલમ-૩, ૪, પ મુજબની ફરીયાદ એસ. એચ. નીમાવતે નોંધાવતા, આ કામમાં પોલીસે રેઇડ કરતા ત્યાં (૧) ભરત ઉર્ફે રવિ મનસુખભાઇ ગોહિલ, તથા (ર) રાકેશકુમાર સીંઘ ઉર્ફે અજયસીંઘ સ/ઓ. મહેન્દ્રસીંઘને કુટણખાનુ  ચલાવવાના ગુન્હામાં ધરપકડ કરેલી. જેલ હવાલે રહેલા આરોપી બન્ને આરોપીઓએ પોતાને જામીન ઉપર મુકત કરવા માટે સેશન્સ કોર્ટમાં જામીન અરજી ગુજારતા, કેસની હકીકત અને બચાવ પક્ષના વકીલોની રજુઆત, દલીલોને ધ્યાને લઇને અને ગુજરાત હાઇકોર્ટના જજમેન્ટના આધારે રાજકોટના એડી. સેશન્સ જજ, ભરત ભાસ્કરભાઇ જાદવે આરોપીઓને શરતી જામીન ઉપર છોડવાનો હુકમ કરેલ છે.

આ કામમાં અરજદાર/આરોપીના બચાવ પક્ષે રાજકોટના યુવા ધારાશાસ્ત્રી શ્રી ચીમનભાઇ ડી. સાંકળીયા, અતુલભાઇ એ. બોરીચા, સી. એચ. પાટડીયા, મનીષાબેન એમ. પોપટ, અહેશાન એ. કલાડીયા, પ્રકાશભાઇ એ. કેશુર, વિજયભાઇ સોંદરવા, વિજયભાઇ ડાયાભાઇ બાવળીયા, જયેશભાઇ જે. યાદવ, એન. સી. ઠકકર, જી. એમ. વોરા વગેરે રોકાયેલા હતા.

(2:33 pm IST)