Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

મ.ન.પા.ની ચૂંટણી ઇતિહાસ સર્જશે

રાજકોટમાં પ્રથમ વખત ચોપાંખિયો જંગ

આગામી મ્યુ. કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તથા એન.સી.પી. વચ્ચે ખરાખરીની લડાઇ

રાજકોટ તા. ૬: આગામી ૨૧ ફેબ્રુઆરીએ યોજાનાર મહાનગરપાલિકાની સામાન્ય  ચૂંટણી માટે બે મુખ્ય રાષ્ટ્રીય રાજકિય પક્ષો ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત  આમ આદમી પાર્ટી તથા એન.સી.પી પણ રાજકોટમાં તમામ વોર્ડમાં પોતાના ઉમેદવારો ઉભા રાખી અને ચૂંટણી લડવા તૈયારી કરી લેતા આ બાબતે આ વખતની ચૂંટણી ઇતિહાસ સર્જશે. કેમકે મહાપાલિકાના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત ચાર પક્ષે ચૂંટણી લડવા તૈયારી કરી લેતા આ બાબતે આ વખતની ચૂંટણીમાં ઇતિહાસ સર્જાશે. કેમકે મહાપાલિકાના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત ચાર પક્ષ ચૂંટણી લડશે તેથી ચોપાખીયો જંગ જામશે. આમ કુલ ૭૨ બેઠકો માટે ત્રિપાખીયો જંગ જામશે ત્યારે ભાજપ કોંગ્રેસ બંને માટે આ ચૂંટણી કપરા ચઢાણ સમી બની રહેશે. ચંુટણી યોજાઇ રહી છે ત્યારે આ ચુંટણીમાં ભાજપ-કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી તથા એનસીપીનાં ઉમેદવારો પણ ચુંટણી લડનાર છે ત્યારે રાજકોટ મહાનગર પાલિકાનાં અત્યાર સુધીનાં ઇતિહાસમાં સૌ પ્રથમ વખત ચાર રાષ્ટ્રીય પક્ષો વચ્ચે જંગ જામશે. જેના કારણે વર્ષોથી મહાનગર પાલિકાનાં શાસનમાં ડંકો વગાડનાર ભાજપને આ ચુંટણીમાં અનેક અંતરાયો આવવાની સંભાવના છે. રાજકોટ મહાનગર પાલિકાની અત્યાર સુધીમાં ૯ ચૂંટણી યોજાઇ છે.  ચૂંટણીમાં પ્રજાજનો કોને સુકાન સોપશે તે સમય બતાવશે.

(3:19 pm IST)