Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

જસદણના ખડવાવડી ગામેથી મળી આવેલ દારૂના ગુનામાં આરોપીઓના જામીન મંજુર

રાજકોટ તા. ૬: જસદણ તાલુકાના ખડવાવડી ગામની સીમ પાસેથી મળી આવેલ દારૂના ગુન્હામાં આરોપીઓની જામીન અરજી મંજુર કરવાનો કોર્ટે હુકમ કર્યો હતો.

રાજકોટ જિલ્લાના ભાડલા પોલીસ સ્ટેશનની હદમાં જસદણ તાલુકાના ખડવાવડી ગામની સીમમાં આવેલી વાડીમાં આવેલ ઓરડીમાંથી ગેરકાયદેસર પાસ પરમીટ વગર વિદેશી દારૂની બોટલની કિંમત રૂ. ૯,૩૦,૩૦૦/-નો દારૂ મળી આવતા ભાડલા પોલીસ એ અરજદાર આરોપીઓ નવીન ઉર્ફે લાલો ગોહેલ, વિશાલ નારણ માને તથા હરેશ ભરત કાનપરા તથા અન્ય વિરૂધ્ધ ગુન્હો દાખલ કરી જેલ હવાલે કરેલ.

આ કામમાં અરજદાર આરોપીઓએ તેમના એડવોકેટ મનીષ એચ. ખખ્ખર, મારફત રાજકોટની સેસન્સ કોર્ટમાં જામીન ઉપર મુકત થવા જામીન અરજી દાખલ કરેલ આ જામીન અરજીના અનુસંધાને તેમના એડવોકેટ એ જુદી જુદી હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ ટાંકી દલીલ કરેલ કે ફરીયાદમાં જણાવ્યા મુજબ ના કોઇ આક્ષેપો અંગેની કોઇ લેખીત પુરાવો આ કામના આરોપી વિરૂધ્ધ રજુ રાખેલ નથી આમ તેઓએ વાહીયાત ખોટી હકીકતો વાળી ફરીયાદ જુદી જુદી વ્યકિતઓના નામે ખોટી હકીકત વાળી ફરીયાદ ઉભી કરેલ છે, આ સંજોગોમાં હાલના અરજદાર આરોપીઓને જામીન ઉપર મુકત કરવા જોઇએ.

ઉપરોકત દલીલોને ધ્યાનમાં લઇ આ કામમાં અરજદાર આરોપીઓ નવીન ઉર્ફે લાલો ગોહેલ, વિશાલ નારણ માને તથા હરેશ ભરત કાનપરાને રાજકોટની સેસન્સ કોર્ટએ જામીન ઉપર મુકત કરવાનો હુકમ કરેલ છે આ કામમાં આરોપીઓ વતી રાજકોટના એડવોકેટ શ્રી મનીષ એચ. ખખ્ખર, અલય એમ. ખખ્ખર, કિરીટસિંહ જાડેજા, દિવ્યેશ મહેતા તથા સુરેશભાઇ પંડયા રોકાયેલ હતા.

(2:33 pm IST)