Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

ગાંધીગ્રામમાં મારામારીના ગુનામાં નાસતા ફરતા નેહા ઉર્ફે માહી તેની માતા હંસા પકડાઇ

રાજકોટ, તા. ૬ : શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં મારામારીના ગુનામાં દોઢ વર્ષથી ફરાર માતા-પુત્રીને ગાંધીગ્રામ પોલીસે પકડી લઇ કાર્યવાહી કરી હતી.  મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલે સૂચના આપતા ગાંધીગ્રામ પોલીસ મથકના પી.આઇ.કે. એ. વાળા ના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. આર.એસ. પટેલ, હેડ કોન્સ. ખોડુભા, કિશોરભાઇ, બ્રિજરાજસિંહ, વનરાજભાઇ, દિવ્યરાજસિંહ, ગોપાલભાઇ તથા કોન્સ. ભુમિબેન સહિત પેટ્રોલિંગમાં હતા ત્યારે કોન્સ. વનરાજભાઇ અને કિશોરભાઇને મળેલી બાતમીના આધારે ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાયેલા મારા મારીના ગુનામાં દોઢ વર્ષથી ફરાર નેહા ઉર્ફે માહી અશોકભાઇ પીત્રોડા (ઉ.વ.ર૪) તેની માતા હંસા અશોકભાઇ પીત્રોડા (ઉ.વ.પ૦) (રહે. પેડક રોડ રઘુવીર સોસાયટી શેરી નં. ૧ ગુરૂકૃપા એપાર્ટમેન્ટ) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી. નેહા ઉર્ફે માહી અગાઉ માલવીયા અને તાલુકા પોલીસ સ્ટેશનમાં મારામારી અને ધમકીના ગુનામાં પકડાઇ ચુકી છે. બે મહિના પહેલા રાજકોટ રહેવા આવતા પોલીસે બંનેનેે ઝડપી લીધા હતા.

(4:20 pm IST)