Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

રાજદીપ સોસાયટીમાં ભાવીનને ધમકી આપી મીત ઉર્ફે ભાજી રીક્ષા લઇ છનન

રાજકોટ, તા. ૬ :  ૪૦ ફૂટ રોડ પર મવડી ચોકડી પાસે આવેલી રાજદીપ સોસાયટીમાં યુવાનને અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી નામચીન શખ્સે રીક્ષા ઉઠાવી જતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ રાજદીપ સોસાયટી શેરી નં. રમાં બ્લોક નં. ૧૩રમાં રહેતો ભાવીન હસમુખભાઇ અગ્રાવત (ઉ.વ.ર૮) એ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, પોતે ભાડેથી રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તા. ર૦-૧ના રોજ રાત્રે પોતે પોતાની જી.જે. ૩ બીયુ રર૧પ લઇને આવી રીક્ષા ઘર પાસે કરી હતી. બાદ મોડી રાત્રે અવાજ આવતા પોતે ઘરની બહાર નીકળીને જોતા ઘર પાસે પાર્ક કરેલી રીક્ષા પાસે રૈયાધારમાં રહેતા મીત ઉર્ફે ભાજી લોહાણા ઉભો હતો. તેણે કહેલ કે રીક્ષાની ચાવી લાવી પોતે ના પાડતા તેણે છોકરાઓને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોતે ગભરાઇ ગયેલ અને રીક્ષા પાછી આપવાની શરતે તેને ચાવી આપતા નીત ઉર્ફે ભાજી રીક્ષા લઇ નાશી ગયો હતો બાદ આજદિન સુધી તેણે રીક્ષા પરત ન કરતા પોતે તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પી.એસ.આઇ. એ.જી. અબાસણાએ તપાસ હાથ ધરી છે.

(4:01 pm IST)