Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

જન્‍મદિવસે જ ફોર્મ ભરતાં વોર્ડનં.૧૦ના કોંગ્રેસના ઉમેદવાર અભિષેક તાળા

રાજકોટ,તા.૬: કોંગ્રેસના અનેક ઉમેદાવારોએ આજે ફોર્મ ભર્યા હતા. દરમિયાન અહિંના વોર્ડ નં.૧૦ના કોંગ્રેસના યુવા ઉમેદવાર અભિષેક તાળા (મો.૯૯૦૪૦ ૦૦૦૫૫) એ આજે પોતાના જન્‍મદિવસે ફોર્મ ભર્યુ હતું.

અભિષેક તાળા આજે જીવનના ૩૪ વર્ષ પૂર્ણ કરી ૩૫માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. તેઓ વિવિધ સંસ્‍થાન- સંગઠનો સાથે જોડાયેલા છે. લોકોની સાથે રહી લોકોના પ્રાણસમા પ્રશ્નોને વાચા આપા રહે છે.

પારદર્શી અને નવી ભાત પાડવાના ધ્‍યેય સાથે રાજકીય જવાબદારી નિભાવવાની સાથે સર્વ સમાજને સાથે રાખવાની નેમ વ્‍યકત કરી હતી.

(3:25 pm IST)