Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

નવી કલેકટર કચેરી બહાર ધમાલઃ ઉમેદવાર સાથે ટેકેદારોને નહિ આવવા દેવાતા દેકારો

R. O. પાસે ફરિયાદ આવતા તેમની સુચના બાદ આવવા દેવાયા

 રાજકોટ તા. ૬ :.. નવી કલેકટર કચેરી ખાતે આજે બપોરે ૧ર વાગ્યાની આસપાસ લોકોના - ટોળા અને ઉપસ્થિત પોલીસ - સિકયોરીટીએ આ લોકોને અંદર નહિ આવવા દેતા ભારે ધમાલ થઇ હતી.

બન્યુ એવું કે આજે રીર્ટનીંગ ઓફીસર શ્રી પુજા બાવડા સમક્ષ કોંગ્રેસ-ભાજપના ડમી, આપ-એન.સી. પી. વિગેરેનો ફોર્મ ભરવા ભારે ધસારો રહ્યો હતો., દરમિયાન આવનાર ઉમેદવારો સાથે ટેકેદારોને નહિ આવવા દેવાતા ભારે દેકારો મચી ગયો હતો, કલેકટર કચેરીને મેઇન એન્ટ્રી, ગેઇટ બંધ કરવો પડયો હતો, આ પછી આર. ઓ. પાસે ફરીયાદ આવતા તેમણે પોતાના સ્ટાફને સુચના આપી હતી, આ પછી નાયબ મામલતદાર શ્રી કિરીટસિંહ ઝાલાએ ઉમેદવાર સાથે બે ટેકેદારોને આવવા દેવાનું કહેતા એન્ટ્રી અપાઇ હતી.

(3:22 pm IST)