Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

મધરાતે રાજકોટ કોંગ્રેસના વધુ ૩૯ ઉમેદવારોના નામની ઘોષણાઃ ૧૧ને ફોનથી જાણ

વોર્ડ નં.૪ ઠાકરશીભાઈ ગજેરા, વોર્ડ નં.૫ લાભુબેન ઠુંગા, હર્ષદભાઈ વાઘેરા, વોર્ડ નં.૬ મોહનભાઈ સોજીત્રા, વોર્ડ નં.૭ કેતન જરીયા, વોર્ડ નં.૧૦માં અભિષેક તાળાના નામો જાહેર

રાજકોટ,તા.૬: કોંગ્રેસે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે રાજકોટના વધુ ૩૯ ઉમેદવાર મધરાતે જાહેર કર્યા હતા . અગાઉ ૨૨ નામની યાદી જાહેર કરાઈ હતી . જો કે, નામમાં સંમતિ ન થતાં ૧૧ ની યાદી જાહેર નથી કરાઈ . જે - તે વોર્ડના આ ૧૧ ઉમેદવારને આજે ફોનથી જાણ કરી દેવામાં આવી છે.કોંગ્રેસના ઉમેદવારોના નામ આ મુજબ છે. વોર્ડ નં.૨માં નિમિષાબેન રાવલ, અતુલભાઇ રાજાણી, યુનુશ જુણેજા, વોર્ડ નં .૩ માં કાજલબેન પુરબીયા, ગાયત્રીબા વાઘેલા, દિલીપભાઇ અસવાની , વોર્ડ નં . ૪ માં ઠાકરશીભાઇ ગજેરા , વોર્ડ નં .૫ માં લાભુબેન ઠુંગા , હર્ષદભાઇ વાઘેરા , વોર્ડ નં .૬માં કિરણબેન સોનારા , મોહનભાઇ સોજીત્રા , વોર્ડ નં .૭ માં પડાયા વૈશાલીબેન, કરચલીયા વિશાખાબેન , કેતનભાઇ જારીયા, વોર્ડ નં .૮ માં સવિતાબેન શ્રીમાળી, પટેલ દ્રષ્ટિબેન, નયન ભોરાણીયા, વોર્ડ નં .૯ માં પ્રતિમાબેન વ્યાસ, વોર્ડ નં .૧૦ માં જયશ્રીબેન મેહતા, અભિષેકભાઇ તાળા , વોર્ડ નં.૧૧માં વસંતબેન માલવી, પારૂલબેન ડેર , પરેશભાઇ હરસોડા , વોર્ડ નં .૧૨માં મિતાબેન મારડીયા, સંજયભાઇ અજુડિયા, વોર્ડ નં.૧૩માં ગીતાબેન મૂછડિયા , રવિભાઇ વેકરીયા , વોર્ડ નં .૧૪ માં વાગડિયા શ્વેતા , મનસુરભાઇ વાળા, શિયાણી અંકિત , વોર્ડ નં .૧૫માં કોમલબેન ભારઇ, સોરાણી ભાનુબેન , વશરામભાઇ સાગઠીયા , વોર્ડ નં .૧૬ માં બાબુભાઇ ઠેબા , વોર્ડ નં .૧૭ માં વસંતબેન પીપડિયા , અશોકભાઇ ડાંગર , વોર્ડ નં.૧૮ ધર્મિષ્ઠાબેન જાડેજા , નિર્મળભાઇ મારૂ , હસમુખભાઇ સોજીત્રા.કોંગ્રેસના અનેક કાર્યકરોને ટિકિટ ન મળતા કાર્યકરોમાં રોષ વ્યાપી રહ્યો છે.

(11:27 am IST)