Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

કાલે રવિવારે સુપ્રસિધ્ધ ફિલ્મ અભિનેત્રી અમીષા પટેલના વરદ હસ્તે

મીઠાઈ ક્ષેત્રે સામ્રાજય સ્થાપનાર શ્રી શિવશકિત ડેરી દ્વારા શિવશકિત નમકીનનો મંગલ પ્રારંભ

રાજકોટઃ અઢી દાયકાથી મિઠાઈ ક્ષેત્રે જેમણે નવી રાહ કંડેરી દબદબો પ્રસ્થાપિત કર્યો છે, તે શ્રી શિવશકિત ડેરી અને તેમના પરિવારની નવી પેઢી દ્વારા હવે અત્યાધુનિક મશીનરી સાથે ''શિવશકિત નમકીન'' નો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આવતીકાલે પત્રકારોની ઉપસ્થિતિમાં સુપ્રસિધ્ધ ફિલ્મ અભિનેત્રી અમીષા પટેલના હસ્તે શિવશકિત નમકીનનું લોન્ચીંગ કરવામાં આવશે.

શ્રી શિવશકિત ડેરી, શિવશકિત નમકીન પરિવારના સૂત્રધારો શ્રી જગદીશભાઈ અકબરી, શ્રી મનસુખભાઈ અકબરી, શ્રી બ્રિજેશ અકબરી, શ્રી મેનિલ અકબરી પત્રકાર પરિષદમાં તેમના આ નવા પદાર્પણ અંગે વિસ્તૃત વિગતો આપશે. આજે અકિલા ખાતે ખાસ આમંત્રણ આપવા આવેલા શ્રી મનસુખભાઈ તથા શ્રી બ્રિજેશ, શ્રી મેવિલ સાથે રિઝલ્ટ  એડવર્ટાઈઝીંગ પ્રા.લી.ના શ્રી જીતુ કોઠારી, શ્રી મેહુલ રૂપાણી ઉપસ્થિત રહેલ.

(2:34 pm IST)