Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

૧ લી માર્ચથી કોર્ટો ખુલવાનું જાહેર થતા રાજકોટ બાર એસો.ના ધરણાં પુરા : સોમવારે વિજય ઉત્‍સવ

રાજકોટ, તા. ૬ : રાજકોટ શહેરની તમામ કોર્ટો ની ફીઝીકલ કાર્યવાહી તા.૧/૩/૨૦૨૧ ના રોજ શરૂ થવાનો પરીપત્ર આવતા રાજકોટ બાર  એશોસીએશન ધરણા પુરા કરી તા.૮/ર/૨૦૨૧ ના રોજ વિજય ઉત્‍સવ મનાવવાની જાહેરાત કરી છે.

રાજકોટ બાર એશોસીએશનના પ્રમુખ બકુલભાઈ વિ. રાજાણી તથા ઈન્‍ચાર્જ સેકેટરી કેતનભાઈ દવે તેની યાદીમાં જણાવે છે કે રાજકોટ બાર એશોસીએશને છેલ્લા ૬ મહીનામાં રાજકોટની કોર્ટો ખોલવા અંગે ચીફ જસ્‍ટીસ /  મુખ્‍યમંત્રીશ્રી , કાયદામંત્રીશ્રીને અનેક રજુઆતો કરવા છતા રાજકોટ કોર્ટની ફીઝીકલ કાર્યવાહી શરૂ થઈ  ન હતી જેની સામે રાજકોટ બાર એશોસીએશન દ્વારા તા.ર/ર/૨૦૨૧ થી જયા સુધી રાજકોટની તમામ કોર્ટોની  ફીઝીકલ કાર્યવાહી શરૂ થાય ત્‍યા સુધી અનિત મુદત સુધી ગાંધીજીના અહિંસાના માર્ગે શાંતી પુર્વકના ધરણા કરવાનુ  વકીલોના હીતમાં નિર્ણય લેવામા આવેલ. હતો. જેમા સતત ૪ દિવસ સુધી રાજકોટ બાર એશોસીએશનના સીનીયર  વકીલો, જુનીયર વકીલો, મહીલા વકીલો બહોળી સંખ્‍યામા આ ધરણામા ભાગ લીધેલ હતો અને જે રીતે નકકી  થયેલ હતુ તે રીતે તમામ વકીલો ગાંધીજી ના અહિંસા ના માર્ગે શાંતીપુર્વક તથા સરકારશ્રીની એસ.ઓ.પી. ની ગાઈડ લાઈનનુ પાલન કરીને ૧૧ વાગ્‍યાથી ૨ વાગ્‍યા સુધી વિરોધ પ્રદર્શન-ધરણા કરેલ હતા ગુજરાત  હાઈકોર્ટ દ્વારા તા.૫/ર/૨૦ર૧ ના રોજ રાજકોટ ની તમામ કોર્ટો ની ફીઝીકલ કાર્યવાહી તા. ૧/૩/૨૦૨૧ ના રોજથી  સમય ૧૦-૪૫ થી૬-૧૦ વાગ્‍યા સુધી રેગ્‍યુલર ચાલુ કરવાનો પરીપત્ર આવેલ હતો. જે પરીપત્ર આવવાથી રાજકોટ વકીલ  આલમમા હર્ષ અને ઉલ્લાસની લાગણી છે. જે રાજકોટ ની કોર્ટો માર્ચ-૨૦૨૦મા બંધ હતી તે માર્ચ -૨૦૨૧ માં આશરે ૧ વર્ષ  પછી ખુલવા જઈ રહી છે. રાજકોટ બાર એશોસીએશન દ્વારા સદરહુ વિરોધ પ્રદર્શન-ધરણા સફળ થયેલ છે જેથી રાજકોટ  બાર એશોસીએશન દ્વારા પ્રમુખ બકુલભાઈ વિ. રાજાણીની સુચના અનુસાર વિજય મહોત્‍સવ તથા નાસ્‍તાનુ આયોજન  તા.૮/ર/૨૦ર૧ ના રોજ સવારે ૧૧-૩૦ કલાકે કોર્ટ કમ્‍પાઉન્‍ડમાં રાખવામા આવેલ છે. જેમા રાજકોટ- બાર  એશોસીએશનના સભ્‍યોએ પધારવાનુ રાજકોટ બાર એશોસીએશન દ્વારા હાર્દીક નીમંત્રણ પાઠવવામાં આવેલ છે તથા  રાજકોટ બાર એશોસીએશન વતી તમામ સભ્‍યોનો આભાર વ્‍યકત કરવામા આવેલ હતો.   

 આ વિરોધ પ્રદર્શન-ધરણાને સફળ બનાવવા રાજકોટ બાર એશોસીએશનના (પ્રમુખ) બકુલભાઈ વિ. રાજાણી  (ઉપ પ્રમુખ) શ્રી ઈન્‍દ્રિસિંહ ઝાલા (ઈન્‍ચાર્જ સેકેટરી) કેતનભાઈ દવે ટ્રેઝરર) રક્ષીતભાઈ કલોલા (લાયબેરી સેક્રેટરી )  સંદીપભાઈ વેકરીયા તથા કારોબારી સભ્‍ય અજયભાઈ પીપળીયા, કેતનભાઈ મંડ, ધવલભાઈ મહેતા, પીયુષભાઈ સખીયા,  વિજયભાઈ રૈયાણી,પંકજભાઈ દોગા, વિવેકભાઈ ધનેશા,મનીષભાઈ આચાર્ય, કૈલાશભાઈ જાની, રેખાબેન તુવાર તથા  રાજકોટ બાર એશોસીએશનના તમામ સીનીયર વકીલઓ, જુનીયર વકીલઓ, મહીલા વકીલઓ જહેમત ઉઠાવી હતી.

(3:33 pm IST)