Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

આજે કોંગ્રેસના વધુ ૪૮ ઉમેદવારોએ ફોર્મ ભર્યાઃ બે માટે છેલ્લી ઘણી સુધી ખેંચતાણ

આજે ગાયત્રીબા વાઘેલા, પ્રદિપ ત્રિવેદી, અતુલ રાજાણી, રણજીત મુંધવા, માણસુર વાળા, અભિષેક તાળા, મોહનભાઈ સોજીત્રા, ઠાકરશીભાઈ ગજેરા, ધર્મિષ્‍ઠાબા જાડેજાએ પેનલો સહિત વાજતે ગાજતે ફોર્મ ભર્યાઃ પ્રદિપભાઈ ત્રિવેદી અને વોર્ડ નં. ૧૬મા ૧ એમ બે ફોર્મ બપોર સુધી ન ભરાયા

શહેર કોંગ્રેસના બાકીના ૪૮ જાહેર થયેલા ઉમેદવારોએ આજે ઉમેદવારી ફોર્મ રજુ કર્યા તે વખતની તસ્‍વીરમાં વોર્ડ નં. ૧૩, ૨, ૧૧, ૮, ૧૪, ૧૮ અને ૧ જાહેર થયેલા ઉમેદવારોએ ચૂંટણી અધિકારીને ફોર્મ આપ્‍યા તે વખતની તસ્‍વીર (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ,તા.૬ :. કોંગ્રેસે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે રાજકોટના વધુ ૩૯ ઉમેદવાર મધરાતે જાહેર કર્યા હતા. આજે બપોર સુધીમાં વધુ ૯ ઉમેદવારો જાહેર કરતા ગઈકાલના ૨૨ મળી કુલ ૭૦ ઉમેદવારોએ આજે ફોર્મ ભરી દીધા હતા.બપોરે ૩ વાગ્‍યા સુધી વોર્ડ નં. ૧માં પ્રદિપ ત્રિવેદી અને વોર્ડ નં. ૧૬ના બ્રાહ્મણ ઉમેદવારના ફોર્મ બાકી હતા. આમ છેલ્લી ઘડી સુધી ઉમેદવારોની ખેંચતાણ ચાલી હતી.

આજે ફોર્મ ભર્યા તે કોંગ્રેસના ઉમેદવારોના નામ આ મુજબ છે. વોર્ડ નં.૨માં નિમિષાબેન રાવલ, અતુલભાઇ રાજાણી, યુનુશ જુણેજા, વોર્ડ નં .૩ માં કાજલબેન પુરબીયા, ગાયત્રીબા વાઘેલા, દિલીપભાઇ અસવાની , વોર્ડ નં . ૪ માં ઠાકરશીભાઇ ગજેરા , વોર્ડ નં .૫ માં લાભુબેન ઠુંગા , હર્ષદભાઇ વાઘેરા , વોર્ડ નં .૬માં કિરણબેન સોનારા , મોહનભાઇ સોજીત્રા , વોર્ડ નં .૭ માં પડાયા વૈશાલીબેન, કરચલીયા વિશાખાબેન , કેતનભાઇ જારીયા, વોર્ડ નં .૮ માં સવિતાબેન શ્રીમાળી, પટેલ દ્રષ્ટિબેન, નયન ભોરાણીયા, વોર્ડ નં .૯ માં પ્રતિમાબેન વ્‍યાસ, વોર્ડ નં .૧૦ માં જયશ્રીબેન મેહતા, અભિષેકભાઇ તાળા , વોર્ડ નં.૧૧માં વસંતબેન માલવી, પારૂલબેન ડેર , પરેશભાઇ હરસોડા , વોર્ડ નં .૧૨માં મિતાબેન મારડીયા, સંજયભાઇ અજુડિયા, વોર્ડ નં.૧૩માં ગીતાબેન મૂછડિયા , રવિભાઇ વેકરીયા , વોર્ડ નં .૧૪ માં વાગડિયા શ્વેતા , મનસુરભાઇ વાળા, શિયાણી અંકિત , વોર્ડ નં .૧૫માં કોમલબેન ભારઇ, સોરાણી ભાનુબેન , વશરામભાઇ સાગઠીયા , વોર્ડ નં .૧૬ માં બાબુભાઇ ઠેબા , વોર્ડ નં .૧૭ માં વસંતબેન પીપડિયા , અશોકભાઇ ડાંગર , વોર્ડ નં.૧૮ ધર્મિષ્‍ઠાબેન જાડેજા , નિર્મળભાઇ મારૂ , હસમુખભાઇ સોજીત્રા.

આ ઉપરાંત મોડેથી શહેર વોર્ડ નં. ૨માં પ્રમુખ મનીષાબા વાળા, વોર્ડ નં. ૪માં શીતલબેન પરમાર, વોર્ડ નં. ૭માં રણજીત મુંધવા, વોર્ડ નં. ૯માં અર્જુન દુરજીયા, વોર્ડ નં. ૧૧માં સુરેશ બથવાર, વોર્ડ નં. ૧૩માં આદિત્‍યસિંહ ગોહીલ, વોર્ડ નં. ૧૮માં નિતાબેન સોલકીએ ફોર્મ ભર્યા હતા.

કોંગ્રેસમાં વોર્ડ નં. ૧ અને ૧૬ એમ બે ઉમેદવારોમાં મેન્‍ડેટ માટે જબરો ડખ્‍ખો

રાજકોટ :. વોર્ડ નં. ૧માં પ્રદિપ ત્રિવેદી બપોરે ૨ાા વાગ્‍યા સુધી ફોર્મ ભરી શકયા ન હતા. તેવી જ રીતે વોર્ડ નં. ૧૬માં ગાયત્રીબેન ભટ્ટ પણ ફોર્મ ભરી શકયા ન હતા. આ બન્ને ઉમેદવારોના નામના મેન્‍ડેટ બપોર સુધી બાકી હતા. જો કે તેમના બદલે ડમી ઉમેદવારોના ફોર્મ રજુ થયા હોવાનું જાણવા મળે છે. જો કે વોર્ડ નં. ૧માંથી ગોહેલ જલ્‍પાબેન રેખાબેન ગેડિયા, પારૂલબેન નકુમ, અજય ગોહેલ અને ડો. અમીત ભટ્ટ, ભરતભાઈએ એમ છ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.

(3:23 pm IST)