Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

પેનલમાં ફેરફાર થાય તો નથી લડવું ? ધરાર નામ ફેરવવું હોય તો બાકીના ૩ નામો હું ફાઇનલ કરીશ

કોંગ્રેસ કયારેય નહિં સુધરે ? છેલ્લી ઘડીએ પેનલ ફેરવાતા પ્રદિપ ત્રિવેદી નારાજ

રાજકોટ : વોર્ડ નં. ૧ માં કોંગ્રેસના ધરખમ ગજાના નેતા શ્રી પ્રદિપ ત્રિવેદીએ ઝૂકાવ્યું છે અને ભારે ગરમાવો આવી ગયો છે ત્યારે છેલ્લી ઘડીએ વોર્ડ નં. ૧ ની પેનલમાં પારૂલબેન નકુમને કાપી અને ચર્ચાતી વિગત મુજબ કોઇ વગદાર નેતાએ આપેલ વચન પાળવા છેલ્લી ઘડીએ દરજી જ્ઞાતિના શિલ્પાબેન ગોહેલને ટિકીટ ફાળવાતા ભડકો સર્જાયો છે.

વોર્ડ નં. ૧ માટે કોંગ્રેસ ખાસ શ્રી પ્રદિપ ત્રિવેદીને આગ્રહ કરી મેદાનમાં ઉતારેલ. દરમિયાન આ વોર્ડ માટે સર્વ શ્રી પ્રદિપ ત્રિવેદી, પ્રકાશ લઇયા, પારૂલબેન નકુમ અને રેખાબેન ગેડીયા નકકી થયેલ. છેલ્લી ઘડીએ કોંગ્રેસ હાઇ કમાન્ડે શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી અશોક ડાંગરે પારૂલબેનને બદલે શિલ્પાબેન ના નામનો મેન્ડેટ આપતા ખળભળાટ સર્જાયો છે.

જાણકાર વર્તુળોના કહેવા પ્રમાણે શ્રી પ્રદિપ ત્રિવેદી આ છેલ્લી ઘડીના ફેરફારથી ખળભળી ઉઠયા હતા અને જો ફેરફાર થાય તો ચૂંટણી નહિ લડવાનું મન બનાવી લીધેલ. શ્રી અશોક ડાંગરે ઉપર જાણ કરી છે. શ્રી પ્રદિપ ત્રિવેદીએ જો શિલ્પાબેન ગોહેલને લેવા જ હોય તો બાકીના (પોતાના સહિત) ત્રણે ઉમેદવારો પોતે (પ્રદિપભાઇ કહે તે મુજબ રાખવાની  ફોર્મ્યુલા રજુ કરી હોવાનું પણ જણાય છે આ વોર્ડમાં દરજી જ્ઞાતિના ૧પ૦૦ અને પારૂલબેન જે જ્ઞાતિના છે તે સત્તવારા સમાજના ૭૦૦૦ મતો છે.

બપોરે ૧ વાગ્યે પ્રદિપભાઇનો સંપર્ક સાધતા તેમણે પોતાની સ્પષ્ટ નારાજગી દર્શાવી હાઇકમાન્ડ શું નિર્ણય લ્યે છે તેની રાહ જોઇ રહ્યાનું જણાવેલ.

(3:26 pm IST)