Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

જામીન મળતા ન હોઇ અને પેટમાં પથરીના દુઃખાવાથી કંટાળી જેલમાં મહિલા કેદીનો આપઘાતનો પ્રયાસ

ચૂંદડીથી પોતાને ગળે ટૂંપો દેતા જેલના સ્ટાફે બચાવી લીધી : પોપટપરામાં મહિલાની હત્યાના ગુનામાં બીલ્કીશ મોટાણીને જેલ હવાલે કરાઇ હતી

રાજકોટ,તા. ૬: રાજકોટની મધ્યસ્થ જેલમાં મહિલા કેદીને જામીન મળતા ન હોય અને પેટમાં પથરીનો દુઃખાવો સહન ન થતા કંટાળી ગળાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે.

મળતી વિગત મુજબ પોપટપરામાં દોઢ વર્ષ પહેલા એક મહિલાને માથામાં કુકર ફટકારી થયેલી હત્યાના ગુનામાં જેલમાં રહેતી બીલ્કીસ યાકુબભાઇ મોટાણી (ઉવ.૩૭)એ ગઇ કાલે જેલમાં પોતાની ચૂંદડી ગળામાં વીંટાળી બે હાથ વડે ખેચીને  ગળા ટૂંપો દેવા પ્રયાસ કર્યો હતો. દરમ્યાન જેલનો સ્ટાફ જોઇ જતા તાકીદે બીલ્કીસને બચાવીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં તેણે પુત્ર સાથે ફોન પર વાતચીત કરવાનું કહેતા સ્ટાફે ના પાડતા લાગી આવ્યુ હતું. દરમ્યાન સારવાર લઇ તેને જેલમાં પરત લઇ જવાયા બાદ તેણે આ પગલુ ભર્યું હોવાનું ખુલ્યુ છે.

(2:36 pm IST)