Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

કોંગ્રેસના ઉમેદવારોએ ભરેલા ફોર્મ સામે ભાજપે વાંધો ઉઠાવ્યો : સોમવારે નવા જૂનીના એધાણ : જો વાંધા માન્ય રહેશે તો મોટાભાગના કોંગી ઉમેદવારોના ફોર્મ રદ્દ થઈ જવા સંભાવના

રાજકોંટ : કોંગ્રેસના બાકી રહી ગયેલા ઉમેદવારોએ આજે ભારે ધમાલ અને ખેચતાણ બાદ ફોર્મ ભર્યા હતા : દરમિયાન કોંગ્રેસના ઉમેદવારોએ ભરેલા ફોર્મ સામે ભાજપે વાંધો ઉઠાવ્યો છે : પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજે જણાવ્યુ હતું કે ઉમેદવારોના ફોર્મ ક અને ખ એમ બે જાતના આવતા હોય છે : ક નામના ફોર્મમાં ઉમેદવારે સહી કરવાની હોય છે, જયારે ખ નામના ફોર્મમાં જે - તે પક્ષના પ્રદેશ પ્રમુખ અને ઈન્ચાર્જે સહી કરવાની હોય છે : કોંગ્રેસના મોટા ભાગના ઉમેદવારોએ ફોર્મ તો ભર્યા છે, પરંતુ તેમાં પ્રદેશ પ્રમુખ કે ઈન્ચાર્જની સહી ન હોવાનું જાણવા મળતા ભાજપ દ્વારા આગામી સોમવારે સ્કુટીમાં વાંધો લેવામાં આવશે : જા આમ બને તો કોંગ્રેસના ઘણા ખરા ઉમેદવારોના ફોર્મ રદ્દ થઈ જવાની સંભાવના છે.

(6:31 pm IST)