Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

દારૂ અને જુગારના ગુનામાં નાસતા ફરતા બે શખ્સો પકડાયા

ક્રાઇમ બ્રાંચે દિપક બાવળીયાને અને થોરાળા પોલીસે મુસ્તાક હેરંજાને દબોચ્યા

રાજકોટ તા. ૬: શહેરમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસે રાખવામાં આવેલી ડ્રાઇવમાં વિદેશી દારૂના ગુનામાં ક્રાઇમ બ્રાંચે એક અને થોરાળા પોલીસે જુગારના ગુઁનામાં ફરાર શખ્સને પકડી લીધા છે.

મળતી વિગત મુજબ ક્રાઇમ બ્રાંચના પીઆઇ. વી. કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ. યુ. બી. જોગરાણા, એએસઆઇ. બી. આર. ગઢવી, સી. એમ. ચાવડા, હેડ કોન્સ. સંતોષભાઇ, જયંતીભાઇ, અભીજીતસિંહ, ઇન્દ્રજીતસિંહ, કરણભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે જયંતીભાઇ અને ઇન્દ્રજીતસિંહને મળેલી બાતમીના આધારે કુવાડવા રોડ પોલીસ મથકના દારૂના ગુનામાં એક વખત ફરાર દીપક પ્રેમજીભાઇ બાવળીયા (ઉ.વ.રર) (રહે. ઝિંઝુડાગામ કોળીવાસ-૧ તા. ચોટીલા) ને વસુંધરાગામ પાસેથી પકડી લીધો હતો.

જયારે થોરાળા પોલીસ મથકના પીએસઆઇ એ. એલ. બારસીયાને મળેલી બાતમીના આધારે પીઆઇ. જી. એમ. હડીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ. એલ. બારસીયા, હેડ કોન્સ. જયંતીભાઇ ગોવાણી, જયદીપસિંહ, પીયુષભાઇ ચીરોડીયા તથા ભરતભાઇ ડાભી સહિતે ક્રાઇમ બ્રાંચનાં જુગારના ગુનામાં ફરાર મુસ્તાક હુસેનભાઇ હેરંજા (ઉ.વ. ૩૬) (રહે. દુધસાગર રોડ ભગવતી સોસાયટી) ને પકડી લીધો હતો.

(2:33 pm IST)