કાલે કંઇક મોટુ થશે? ઓપરેશન સિંદુર પાર્ટ-ટુંનું કાઉન્ટડાઉન? : ટ્રેલર બાદ પિકચર હજુ બાકી છે? શું તુટશે સીઝફાયર? ૧૮મી મે આવતી કાલની તરીખને લઇને થર થર કાંપી રહ્યું છે પાકિસ્તાન : પાક સંસદમાં સાંસદોએ ભારત તરફથી ફરી એટેકની આશંકા દર્શાવીઃ સાંસદો પણ ડરી રહ્યાં છેઃ કાલે યુધ્ધવિરામની ડેડલાઇન પુરી થાય છેઃ ભુટ્ટોએ સીઝફાયર તુટવાના આપ્યા સંકેતો9:36 AM IST
આવતા વર્ષથી વોડાફોન આઈડિયા કંપની બંધ થઈ જશે ? સરકાર પાસે મદદ માંગી : વોડાફોન આઈડિયાએ સરકારને કહ્યું છે કે જો તે મદદ નહીં કરે તો આવતા વર્ષથી તેનું સંચાલન ચાલુ રાખવું મુશ્કેલ બનશે : કંપનીએ લગભગ ૩૦,૦૦૦ કરોડ રૂપિયાના AGR બાકી રકમ માફ કરવાની માંગ કરી છે.: જો બંધ થશે તો તેના કરોડો વપરાશકર્તાઓએ બીજી કંપનીમાં જવું પડશે10:54 AM IST
ઢાકા કેન્ટોનમેન્ટ અને ઢાકાના અન્ય મુખ્ય વિસ્તારોની આસપાસ જાહેર મેળાવડા પર પ્રતિબંધ: ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ-ISPR બાંગ્લાદેશ : આગામી સૂચના સુધી રેલીઓ, સરઘસો, વિરોધ પ્રદર્શનો, અને અન્ય કોઈપણ પ્રકારના જાહેર મેળાવડા પર સખત પ્રતિબંધ મુકાયો: બાદમાં, ઢાકા મેટ્રોપોલિટન પોલીસ, DMP એ તે જ સ્થળોએ જાહેર મેળાવડા પર પ્રતિબંધ મૂક્યો12:14 AM IST
કરુણ કિસ્સો: 3 દિવસની ઉંમરથી ઉછેરેલી નાદાન દીકરીને 2 છોકરાઓ સાથે પ્રેમ થઈ ગયો, માતાએ વિરોધ કર્યો, તો તેની નિર્દયતાથી હત્યા કરાવી : રાજલક્ષ્મીએ તેની પુત્રીને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ તેણીએ સાંભળ્યું નહીં. તેના પ્રેમી, 21 વર્ષીય નરેશ રથે, પછી તેને રાજલક્ષ્મીથી છૂટકારો મેળવવાની સલાહ આપી.11:53 PM IST
'ભારતમાં પાકિસ્તાન કરતાં વધુ મુસ્લિમો': ઓવૈસીએ પાકિસ્તાનને ટેકો આપવા બદલ તુર્કીની કરી ટીકા, કહ્યું, 'અહીં 220 મિલિયન મુસ્લિમો' : તુર્કીએ પાકિસ્તાનને ટેકો આપવાના તેના વલણ પર પુનર્વિચાર કરવો જોઈએ: ઓવૈસીએ કહ્યું કે ઉત્તરીય તુર્કી યાત્રાળુઓ એક સમયે હજ માટે મુંબઈ પહોંચવા માટે લદ્દાખમાંથી મુસાફરી કરતા હતા.11:46 PM IST
પાણીપતમાં હનુમાન કથામાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું-'આપણે એવા હિન્દુ છીએ જે ગોળી ખાઈએ છીએ પણ કલમા પઢતા નથી ' : તેમણે પાણીપતના લોકોને બાલાજી પ્રત્યે પાગલ ગણાવતા કહ્યું કે હિન્દુ રાષ્ટ્ર માટે આંદોલન ચાલુ રહેવું જોઈએ. તેમણે 7 થી 15 નવેમ્બર દરમિયાન દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશમાં કૂચ કાઢવાની જાહેરાત કરી.11:30 PM IST
પાકિસ્તાનનું પ્રચાર સાધન બનવાનું બંધ કરો: જયશંકરનો વીડિયો શેર કર્યા બાદ ભાજપે રાહુલને આડેહાથે લીધા : "વિદેશમંત્રીનો ખોટો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે અને તેમણે આ નિવેદન આપ્યું નથી," તેમણે લોકોને "જાગૃત" રહેવા અને "ભ્રામક માહિતીમાં ન આવવા" વિનંતી કરી હતી: ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તાનો પલટવાર11:18 PM IST
પંજાબ સરહદ પર શસ્ત્રવિરામ થયા પછી પણ માદક દ્રવ્યો અને શસ્ત્રો ફેંકવા માટે પાકિસ્તાને ચીની ડ્રોનનો ઉપયોગ ચાલુ રાખ્યો : BSF ડેટા : "સીમા પર પરિસ્થિતિ વધુ ખરાબ હોવા છતાં, સરહદ પારના શસ્ત્ર સોદાગરો ભારતીય ભૂમિ પર શસ્ત્રો ધકેલવાના તેના દૂષિત ઇરાદાઓ બંધ કરી શક્યા નથી," BSF અધિકારીએ જણાવ્યું હતું.11:13 PM IST
ટ્રમ્પ વિશે '86 47' સોશિયલ મીડિયા પોસ્ટ પર ગુપ્ત સેવાએ ભૂતપૂર્વ F.B.I. ડિરેક્ટર જેમ્સ બી. કોમીને પ્રશ્નો પૂછ્યા : કોમીએ કહ્યું, "મને ખ્યાલ નહોતો કે કેટલાક લોકો આ આંકડાઓને હિંસા સાથે જોડે છે. મને ક્યારેય એવું લાગ્યું ન હતું પણ હું કોઈપણ પ્રકારની હિંસાનો વિરોધ કરું છું તેથી મેં પોસ્ટ કાઢી નાખી."10:36 PM IST
ભારતીય હુમલામાં નાશ પામેલા મુરીડકેના જુદ-ઉદ-દાવાના મુખ્યાલયને પાકિસ્તાન સરકારે ફરીથી બનાવવાની ખાતરી આપી : ભારતે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) પર પાકિસ્તાનને અપાનારી એક અબજ ડોલરની સહાય પર પુનર્વિચાર કરવા દબાણ કર્યું: ઇસ્લામાબાદ આતંકવાદી માળખાને ભંડોળ પૂરું પાડવા માટે તેનો મોટો હિસ્સો વાપરી શકે છે10:36 PM IST
પરીક્ષા કેન્દ્રમાં વીજળી કાપ: ચેન્નાઈના વિદ્યાર્થીઓની અરજી બાદ મદ્રાસ હાઈકોર્ટે NEET-UG ના પરિણામ પર સ્ટે આપ્યો : તોફાન અને ભારે વરસાદ ઉપરાંત, પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષાની તારીખે 4 મે, 2025 એ લગભગ 3.00 વાગ્યાથી 4.15 વાગ્યા સુધી વીજળી થઈ ગુલ: વિક્ષેપ છતાં, પરીક્ષા અધિકારીઓએ કોઈ વધારાનો સમય ન આપ્યો10:10 PM IST
ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં છેલ્લા છ વર્ષમાં ₹૨૫,૦૦૦ કરોડના વિકાસ કાર્યો થયા - કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ : ઓપરેશન સિંદૂરથી આતંકવાદીઓને જડબાતોડ જવાબ અપાયો : કેન્દ્રીય ગૃહ મંત્રીએ ગાંધીનગર મહાનગરપાલિકા, ગુડા અને જિલ્લા વહીવટી તંત્રના ₹૭૦૮ કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવી રહ્યા ઉપસ્થિત9:48 PM IST
ઓપરેશન સિંદૂર: પાકિસ્તાનના ભૂતપૂર્વ એર માર્શલે પોલ ખુલી પાડી : બોલારી બેઝ પર 4 બ્રહ્મોસ મિસાઇલોથી વિમાનનો નાશ થયાનું કબુલ્યું : મસૂદ અખ્તરે ભારતીય મિસાઇલોએ તાજેતરમાં પાકિસ્તાન એરફોર્સ (PAF) ના બોલારી એરબેઝ પર Saab 2000 Erieye AEW&C વિમાનને તોડી પાડ્યું હોવાનું કબુલ્યું: કેટલાક લશ્કરી કર્મચારીઓ થયા શહીદ9:34 PM IST
અમે પરમાણુ ધમકીઓથી ડરતા નથી.....:કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે કહ્યું -ઓપરેશન સિંદૂર નામ કોણે આપ્યું? : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે ગાંધીનગરમાં એક કાર્યક્રમને સંબોધતા કહ્યું કે આપણી સેનાએ પાકિસ્તાનના 100 કિમી વિસ્તાર પર કબજો કરી લીધો છે. અંદર ગયા અને પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો.9:21 PM IST
₹20000 કરોડનો વારસો, રહેવા માટે 170 રૂમ ધરાવતું વિશ્વનું સૌથી મોટું ઘર: રાજકુમારીઓની સાદગી દિલ જીતનારી : બરોડાની મહારાણી રાધિકારાજે ગાયકવાડ તેમની ભવ્ય જીવનશૈલી અને સ્ટાઇલિશ દેખાવ માટે જાણીતા : લક્ષ્મી વિલાસ પેલેસમાં રહેતા રાણીની બે પુત્રીઓ, રાજકુમારી પદ્મજા રાજે ગાયકવાડ અને નારાયણી રાજે ખૂબ જ સરળ અને વિનમ્ર જીવનશૈલી જીવે છે. તે શો-ઓફથી માઇલો દૂર છે8:47 PM IST
ગાંધીનગરને વિકાસની ભેટ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે ₹૭૦૮ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં કોલવડા ખાતે કાર્યક્રમ યોજાયો : ગાંધીનગર શહેર અને જિલ્લામાં અનેક વિકાસ યોજનાઓનો શુભારંભ8:07 PM IST
વિનાશક ટોર્નેડોએ મધ્ય અમેરિકાને ધમરોળ્યું : ૨૧ લોકોના કરુણ મોત : હજારો ઘરોમાં અંધારપટ : મેક્સિકો સરહદ નજીક ફરી વાવાઝોડાનું જોખમ : મિઝોરી અને કેન્ટુકીમાં સૌથી વધુ તારાજી : સાત લાખથી વધુ ઘરો અને વ્યવસાયો વીજળી વિનાના : અનેક રાજ્યોમાં ભારે નુકસાન : દક્ષિણપશ્ચિમમાં ૨૦ મિલિયનથી વધુ લોકો ખતરામાં7:59 PM IST
ગરીબોના હૃદયની સારવાર માટે શ્રી સત્ય સાઈ હોસ્પિટલનો મેગા ફ્રી કેમ્પ : જયપુરમાં ૧૮મી મેના રોજ વિનામૂલ્યે હૃદયરોગ નિદાન અને સારવાર : રાજસ્થાનના ૨૨૦૦થી વધુ દર્દીઓને જીવનદાન આપનાર હોસ્પિટલની માનવતાવાદી પહેલ : રાજસ્થાન સરકારના સહયોગથી આયોજિત કેમ્પમાં હાઈકોર્ટના ન્યાયાધીશ અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહેશે : આર્થિક રીતે નબળા લોકોને ઉત્તમ તબીબી સહાય પૂરી પાડવાનો ઉદ્દેશ્ય7:42 PM IST
"ભારત-અમેરિકા વેપાર સોદો ટૂંક સમયમાં, પણ કોઈ ઉતાવળ નથી" : ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન - ભારતે તમામ ટેરિફ દૂર કરવાની તૈયારી દર્શાવી : અમેરિકન રાષ્ટ્રપતિએ ભારતીય બજારમાં વેપારની જટિલતાઓનો ઉલ્લેખ કર્યો : આગામી બે-ત્રણ સપ્તાહમાં નવા આયાત ડ્યુટી દરની સંભાવના વચ્ચે 'પારસ્પરિક ટેરિફ' માળખા હેઠળ બહુવિધ વેપાર વાટાઘાટો ચાલુ7:18 PM IST
વ્હાઇટ હાઉસે મૂડીઝના યુએસ ક્રેડિટ રેટિંગમાં ઘટાડાની ટીકા કરી: તેને રાજકીય ગણાવ્યુ: 'કોઈ પણ તેમના 'વિશ્લેષણ'ને ગંભીરતાથી લેતું નથી'. : શુક્રવારે મૂડીઝ દ્વારા યુએસને એક સીમાચિહ્નરૂપ પગલામાં ડાઉનગ્રેડ કરવામાં આવ્યું હતું: એક દાયકા કરતાં વધુ સમયથી, "સતત નાણાકીય ખાધને કારણે યુએસ ફેડરલ દેવું ઝડપથી વધ્યું"6:42 PM IST
'એક નવો માપદંડ સ્થાપિત થયો': ઉપરાષ્ટ્રપતિ ધનખડે ઓપરેશન સિંદૂરની તુલના લાદેનના ખાત્મા સાથે કરી : ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, પહેલી વાર, આંતરરાષ્ટ્રીય સરહદ પાર જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના ઠેકાણાઓ પર સચોટ હુમલા કરવામાં આવ્યા.આ હુમલા એટલા સચોટ હતા કે ફક્ત આતંકવાદીઓ જ માર્યા ગયા, નાગરિકોને કોઈ નુકસાન થયું નહીં.6:11 PM IST
થોડા દિવસ રાહ જુઓ... સોનું ૮૮૦૦૦ રૂપિયા સુધી ઘટી જશે : ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ થયો છે, બીજી બાજુ યુક્રેન અને રશિયા વચ્ચે સમાન સમાધાનની શકયતાઓ છેઃ આ બધી ઘટનાઓને કારણે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે : યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષા ઓછી થઈ ગઈ છેઃ સોનાની માંગ ઘટી રહી છેઃ વેપાર યુદ્ધને કારણે વિકાસ અંગેની ચિંતાઓ પણ ઓછી થઈ છેઃ બોન્ડ યીલ્ડમાં વધારો થયો છેઃ આની અસર સોના પર પણ પડી રહી છે4:11 PM IST
કંપનીને બમ્પર નફો થતાં હવે કર્મચારીઓને બોનસ સ્વરૂપે આપશે સાત મહિનાનો પગાર : શેઠે તો દિલ જીતી લીધું! : એક તરફ ખાનગી કંપનીઓ બમ્પર નફો થવા છતાં પોતાના કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં કંજૂસાઈ કરે છે, તો બીજી બાજુ સિંગાપોરની એક કંપનીએ તમામ કર્મચારીઓને ૭ મહિનાના પગાર જેટલું બોનસ આપવાની જાહેરાત કરી છે4:07 PM IST
IPL 2025માં લખનૌ સુપર જાયન્ટ્સના માલિક સંજીવ ગોયેન્કાએ તિરુપતિ બાલાજીમાં ભગવાન વેંકટેશ્વર મંદિરમાં 3.63 કરોડ રૂપિયાના 5.2 કિલો હીરા અને રત્ન ઝવેરાતનું દાન કર્યું : સોનાના આભૂષણો તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ના અધિક કાર્યકારી અધિકારી વેંકૈયા ચૌધરીને તિરુમાલાના રંગનાયકુલા મંડપમ ખાતે સોંપવામાં આવ્યા 4:08 PM IST
તુર્કીને ભારત સાથે ‘પંગો'મોંઘો પડ્યો : ૭૭૦૪૦૫૮૫૦૦ રૂપિયાનું થશે નુકસાન : ભારત સાથે પંગો લેવાથી તુર્કીને ભારે નુકસાન થયું છે. અત્યાર સુધીમાં ૨,૦૦૦થી વધુ ટૂરિસ્ટ બુકિંગ રદ થઈ ચૂક્યા છે. ૨૦૨૫ માટે પ્રસ્તાવિત ૫૦ ભારતીય લગ્નોમાંથી ૩૦ લગ્નો જોખમમાં છે. : ભારતીય લગ્નોને તુર્કીની વેડિંગ ટૂરિઝમ ઇન્ડસ્ટ્રીનો જીવ માનવામાં આવતો હતો. ગયા વર્ષે એટલે કે ૨૦૨૪માં જ તુર્કીએ ૫૦ મોટા ભારતીય લગ્નોનું આયોજન કર્યું હતું3:28 PM IST
શશિ થરૂરને સર્વપક્ષીય પ્રતિનિધિમંડળમાંથી કોંગ્રેસે બાકાત રાખ્યા, ભાજપનો આક્રોશ, પૂછ્યું 'રાહુલ ગાંધી ભારત માટે બોલનારાઓથી કેમ નફરત કરે છે?' : પાકિસ્તાન પ્રાયોજિત સરહદ પારના આતંકવાદ પર ભારતનો પક્ષ રજૂ કરવા માટે વિદેશ મોકલવામાં આવનાર પ્રતિનિધિમંડળમાં કોંગ્રેસે શશિ થરૂરનું નામ ન મૂક્યું હોવાથી હોવાથી રાજકીય ગરમાવો : ભાજપનો કોંગ્રેસ પર આક્ષેપ3:07 PM IST
મુંબઈ એરપોર્ટ પરથી ISISના બે આતંકવાદીની ધરપકડ 3:28 PM IST
ભારતમાં લોકપ્રિય ટ્રાવેલ બ્લોગર અને "ટ્રાવેલ વિથ જો' નામની યુટ્યુબ ચેનલ ચલાવતી યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ અને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીઓ સાથેના સંબંધોના આરોપસર ધરપકડ : જેમના સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ છે પાકિસ્તાનની મુલાકાત દરમિયાન તે દેશની ગુપ્તચર એજન્સી ISIના એજન્ટોના સંપર્કમાં આવી હતી આ કેસમાં અત્યાર સુધીમાં છ લોકોની ધરપકડ કરવામાં આવી છે3:07 PM IST
સિવાન કોર્ટે બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ સામે જપ્તીની પ્રક્રિયા શરૂ કરવાનો આદેશ આપ્યો : આરજેડી ઉમેદવાર પરમેશ્વર સિંહના સમર્થનમાં ભાષણ આપીને આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું'તું : કલમ 144 લાગુ હોવા છતાં લાલુ યાદવે આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન કરતા તત્કાલીન CO એ લાલુ યાદવ અને પરમેશ્વર સિંહ વિરુદ્ધ દારૂન્ડા પોલીસ સ્ટેશનમાં સાઉન્ડ એમ્પ્લીફિકેશન ડિવાઇસ એક્ટ-9 હેઠળ લાઉડસ્પીકર એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો હતો2:43 PM IST
રિઝર્વ બેંક દ્વારા નવી મહાત્મા ગાંધી શ્રેણીમાં ૨૦ રૂપિયાની નોટ ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે : એલોરા ગુફાઓની થીમ સાથે ૨૦ રૂપિયાની નવી નોટ રજૂ કરશે આરબીઆઈ : ગવર્નર સંજય મલ્હોત્રાની સહી હશે : મહાત્મા ગાંધીનું ચિત્ર, સ્વચ્છ ભારત અભિયાનનો લોગો અને નારો નોટનું કદ ૬૩ મિલીમીટર x ૧૨૯ મિલીમીટર હશે અને તેમાં માઇક્રો લેટર્સ, વિન્ડોવાળું સુરક્ષા થ્રેડ, ઇન્ટાગ્લિયો પ્રિન્ટિંગ, વોટરમાર્ક સહિત આધુનિક સુરક્ષા સુવિધાઓ2:19 PM IST
તુર્કીયેમાં શાંતિ મંત્રણાના માત્ર એક જ દિવસ બાદ રશિયાએ યુક્રેનમાં અનેક જગ્યાએ હુમલો કર્યો : રશિયન સેનાએ યુક્રેનિયન લશ્કરી છાવણીને નિશાન બનાવી જ્યા યુક્રેનની સેના હથિયારો રાખતી : બન્ને દેશના પ્રતિનિધિમંડળ નહીં પરંતુ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી તુર્કિયેમાં મુલાકાત કરવાના હતાં પરંતુ બાદમં પુતિને આખો પ્લાન બદલી દીધો4:51 PM IST
મુંબઈ એરપોર્ટ અને તાજ હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી : પોલીસ અને બોમ્બ સ્કવોડ દ્વારા સઘન તપાસ શરૂ : અફઝલ ગુરુ અને સૈવક્કુ શંકરને ફાંસીનો ઉલ્લેખ કરતો ધમકીભર્યો ઈમેલ મળતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ : સમગ્ર મુંબઈમાં સુરક્ષા વધારાઈ : રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ મુંબઈ એરપોર્ટથી બે ફરાર આતંકવાદીઓને પકડ્યા1:13 PM IST
ભારત અને તાલિબાન નજીક આવી રહ્યા છેઃ ડ્રાયફ્રુટ વહન કરતા ૧૬૦ અફઘાની ટ્રકોને ખાસ પ્રવેશ આપવામાં આવ્યો : પાકિસ્તાનથી વધતા અંતર વચ્ચે : ૧૫ મેના રોજ વિદેશ મંત્રી જયશંકર અને અફઘાનિસ્તાનના કાર્યકારી વિદેશ મંત્રી મુત્તાકી વચ્ચે થયેલી મુલાકાત ભારત અને તાલિબાન વચ્ચેની પ્રથમ રાજકીય વાતચીત હતી10:29 AM IST
વૃંદાવનમાં કોરિડોર બનાવવા બાંકે બિહારી મંદિરના ભંડોળમાંથી વાપરી શકાશે ૫૦૦ કરોડ રૂપિયા : સુપ્રીમ કોર્ટે વૃંદાવનમાં કોરિડોર બનાવવા માટે જમીન સંપાદન કરવા બાંકે બિહારી મંદિરના ભંડોળના ઉપયોગ કરવાની મંજૂરી આપી : કોરિડોરના નિર્માણ પછી ૧૦,૦૦૦ ભક્તો એકસાથે દર્શન કરી શકશે. એના બાંધકામ માટે ૨૭૬થી વધુ દુકાનો અને મકાનો સંપાદિત કરવામાં આવશે10:00 AM IST
દેશના વેપારીઓ દ્વારા તુર્કી- અઝરબૈજાન સાથેના તમામ વ્યાપારિક, ટૂરિઝમ અને સાંસ્કૃતિક સંબંધોના બહિષ્કારની જાહેરાત : નવી દિલ્હીમાં કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ દ્વારા આયોજિત રાષ્ટ્રીય પરિષદમાં સર્વાનુમતે લેવાયો નિર્ણય : ભારતીય ફિલ્મઉદ્યોગને પણ આ દેશોમાં શૂટિંગ કરવાનું ટાળવાનું આહવાન10:00 AM IST
મહત્વના સમાચારો ઉડતી નજરે10:15 AM IST
અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટ્રમ્પને ૧૭૯૮ના એલિયન એનિમીઝ એક્ટ હેઠળ ઇમિગ્રન્ટ્સના દેશનિકાલને તાત્કાલિક અસરથી અટકાવ્યા : યુદ્ધકાલીન કાયદાના ઉપયોગ સામે વેનેઝુએલાના ઇમિગ્રન્ટ્સની જીત : નીચલી કોર્ટના નિર્ણયને પલટાવ્યો : રાષ્ટ્રપતિ ટ્રમ્પનો દેશનિકાલની પ્રક્રિયા ઝડપી બનાવવાનો પ્રયાસ નિષ્ફળ : કોર્ટે કાયદાની કાયદેસરતા અને ઇમિગ્રન્ટ્સને મળવાપાત્ર પ્રક્રિયા અંગે વધુ વિચારણા માટે કેસ અપીલ કોર્ટને પાછો મોકલ્યો : બે રૂઢિચુસ્ત જજોનો અસંમત અભિપ્રાય2:21 AM IST
૧૮૭૫૫ કિમીનું અંતર, ૨૧ દિવસની મુસાફરી, વિશ્વની સૌથી લાંબી ટ્રેન યાત્રામાં એક ટિકિટ પર ૧૩ દેશોની મુલાકાત: ભાડું માત્ર ૧૩૫૦ યુએસ ડોલર! : આ ટ્રેન પોર્ટુગલના અલ્ગાર્વેથી શરૂ થાય છે અને સ્પેન, ફ્રાન્સ, રશિયા, ચીન, વિયેતનામ, થાઈલેન્ડ થઈને સિંગાપોર પહોંચે છે. રસ્તામાં તે પેરિસ, મોસ્કો, બેઇજિંગ, બેંગકોક જેવા શહેરોમાંથી થાય છે પસાર9:07 PM IST
દિલ્હીમાં નમેલા મકાન પર ગેરકાયદેસર રીતે ચોથો માળ બાંધ્યો :હવે કોર્પોરેશન તોડી નાખશે :દુકાનો બંધ; પોલીસ જવાનો તૈનાત : પૂર્વ દિલ્હીના બિહારી કોલોનીમાં મુસ્તફાબાદ જેવી ઘટના બનવાની શક્યતા: ૩૫ યાર્ડના નમેલા ત્રણ માળના મકાન પર ચોથો માળ ગેરકાયદેસર રીતે બનાવાયો જેના કારણે મકાન તૂટી પડવાનું જોખમ વધી ગયું9:31 PM IST
લાલુ યાદવ જેવું શાસન હોવું જોઈએ :મુકેશ સાહનીએ કહ્યું- RJD સુપ્રીમોના કાર્યકાળમાં અમને બેસવા માટે ખુરશી મળી : પૂર્વ મંત્રી મુકેશ સાહનીએ કહ્યું કે લાલુ યાદવનું શાસન ખરેખર ગરીબો માટે મંગલરાજ હતું: સાહનીએ કહ્યું કે ખરા અર્થમાં આજની પરિસ્થિતિને જંગલ રાજ કહેવું જોઈએ. આજે તમારું સાંભળવાવાળું કોઈ નથી.9:32 PM IST
ગ્રીક રાજકુમારી થિયોડોરાએ ભારતીય મૂળના મેથ્યુ કુમાર સાથે લગ્ન કર્યા, જાણો એથેન્સના રાજવી પરિવારની મહાન પ્રેમકથા : મેટ્રોપોલિટન કેથેડ્રલમાં યોજાયેલા લગ્નમાં સર્બિયન ક્રાઉન પ્રિન્સ જેવા ઘણા શાહી મહેમાનોની હાજરીએ તેને વધુ ખાસ બનાવ્યું. થિયોડોરાએ તેના પરિવારના કિંમતી ઝવેરાતથી જડિત પરંપરાગત શાહી ગાઉન પહેર્યો હતો.9:51 PM IST
વાનખેડે સ્ટેડિયમમાં રોહિત શર્માના નામ પર સ્ટેન્ડ રખાયું : હિટમેને કહ્યું ક્યારેય સપનામાં પણ કલ્પના નહોતી કરી : જુઓ વિડીયો : સ્ટેન્ડનું ઉદ્ઘાટન રોહિતના માતાપિતા હસ્તે કરાયું :કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) ના અધિકારીઓ અને રોહિત શર્મા પોતે હાજર રહ્યા.10:14 PM IST
જનસંખ્યામાં ભારતનો ધમાકેદાર ઉછાળો : એક દિવસમાં ૬૩ હજારથી વધુ બાળકોનો જન્મ : ચીનને પણ વસ્તીવૃદ્ધિમાં પાછળ છોડ્યું : વિશ્વમાં સૌથી વધુ જન્મદર હવે ભારતનો : ચીનમાં જન્મદર ઘટ્યો : પાકિસ્તાનમાં ભારત અને ચીન કરતાં નોંધપાત્ર રીતે ઓછો જન્મદર નોંધાયો : લક્ઝમબર્ગમાં વિશ્વમાં સૌથી ઓછા બાળકો જન્મે છે10:13 PM IST
બ્રાઝિલમાં કોમર્શિયલ ફાર્મ પર બર્ડ ફ્લૂનો પ્રથમ કેસ વૈશ્વિક ખાદ્ય સુરક્ષા માટે ખતરો : વિશ્વના સૌથી મોટા ચિકન નિકાસકાર દેશમાં રોગ ફેલાતા આંતરરાષ્ટ્રીય બજારમાં પુરવઠા અને ભાવ અંગે ચિંતા : અત્યંત ચેપી એવિયન ઇન્ફ્લુએન્ઝા મનુષ્યો સહિત અન્ય સસ્તન પ્રાણીઓમાં પણ ફેલાઈ શકે છે : ચીને બ્રાઝિલથી ચિકન આયાત પર તાત્કાલિક પ્રતિબંધ મૂક્યો : અન્ય દેશો પણ લઈ શકે છે પગલાં10:51 PM IST
અમેરિકા : પગાર વધારા અંગે કરાર નિષ્ફળ જતાં ન્યૂ જર્સી ટ્રાન્ઝિટના એન્જિનિયરોની અચોક્કસ મુદતની હડતાળ : ૧૯૮૩ બાદ સૌથી મોટી ટ્રાન્ઝિટ કટોકટી : મેનહટ્ટન જતા ૭૦,૦૦૦ સહિત રાજ્યના ૩.૫ લાખથી વધુ મુસાફરો અટવાયા : યુનિયન અને મેનેજમેન્ટ વચ્ચે અંતિમ સમયે પણ સમાધાન ન થતાં રેલ સેવાઓ ઠપ્પ : મુસાફરોને ભારે હાલાકી, ગવર્નર દ્વારા ઘરેથી કામ કરવાની અને આવશ્યક હોય તો જ મુસાફરી કરવાની સલાહ : રવિવારે ફરી વાટાઘાટોની શક્યતા10:58 PM IST
સાઉદી અરેબિયા હજ માટે સજ્જ : યાત્રાળુઓ માટે ૪૦૦ બસો અને ૨૦૦ બેડની અદ્યતન હોસ્પિટલની તૈયારી : મક્કા અને પવિત્ર સ્થળોએ સુવિધાઓ અને સેવાઓમાં નોંધપાત્ર વધારો : યાત્રાળુઓની સુવિધા માટે પરિવહન વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવાઈ : મુઝદલિફાહમાં ગરમીથી બચાવવા ૧૦,૦૦૦ વૃક્ષોનું વાવેતર અને ૧.૭ લાખ ચોરસ મીટરનો રબર ફ્લોરિંગ ધરાવતો રાહદારી માર્ગ તૈયાર : મીનામાં ૨૦૦ બેડની હોસ્પિટલ અને ૭૧ ઇમરજન્સી કેન્દ્રો કાર્યરત કરાયા11:05 PM IST
વોશિંગ્ટન ડીસી સ્થિત FBI હેડક્વાર્ટર ખસેડાશે : જે. એડગર હૂવર બિલ્ડિંગ કર્મચારીઓ માટે જોખમી જણાતા ૧,૫૦૦ એજન્ટોનું દેશભરમાં સ્થળાંતર : ગુના સામે લડવા દરેક રાજ્યમાં એજન્ટોની સંખ્યા વધારાશે : FBI ડિરેક્ટર કાશ પટેલની જાહેરાત : બિલ્ડિંગની જર્જરિત હાલતને કારણે કર્મચારીઓની સુરક્ષા જોખમાઈ રહી હોવાનો દાવો : રાષ્ટ્રપતિ ટ્રમ્પની જૂની ઈચ્છા પૂર્ણ થશે : આગામી નવ મહિનામાં પ્રક્રિયા પૂર્ણ થવાની શક્યતા11:15 PM IST
લેખક સલમાન રશ્દી પર જીવલેણ હુમલાના ગુનેગારને ૨૫ વર્ષની જેલ : વાણી સ્વાતંત્ર્ય પરના આ હુમલામાં રશ્દીએ ગુમાવી એક આંખની રોશની : હાદી મતારને ફટકારવામાં આવેલી મહત્તમ સજા : ઈરાનના ફતવાથી પ્રેરિત હુમલાખોરે રશ્દીને 'ઢોંગી' ગણાવ્યા : કોર્ટે આ કૃત્યને માત્ર રશ્દી પર જ નહીં પરંતુ સમગ્ર સમાજ પરનો હુમલો ગણાવ્યો : ભવિષ્યમાં મતાર સામે આતંકવાદ સંબંધિત આરોપોમાં પણ કેસ ચાલશે11:41 PM IST
પાકિસ્તાનના મદદગાર તુર્કીની આર્થિક કમર તોડવા એકલું રાજકોટ સક્ષમ :તુર્કીના અનેક ઉદ્યોગ રાજકોટ વગર અધૂરા :વર્ષે અબજો રૂપિયાની નિકાસ : એગ્રિકલ્ચર પ્રોડક્ટ, ઓટોમોબાઈલ પાર્ટ્સ, કાસ્ટિંગ પ્રોડક્ટ અને ખાસ પ્રકારના બેરિંગમાં પણ રાજકોટ પર નિર્ભર : રાજકોટના 200 જેટલા ઉદ્યોગો તુર્કી સાથે જોડાયેલા: તુર્કીમાં દર વર્ષે યોજાતા એક્ઝિબિશમાં સમગ્ર દેશમાંથી 30 જેટલા સ્ટોલ ભારતના હોય તેમાં 15 કરતાં વધુ સ્ટોલ માત્ર રાજકોટના11:49 PM IST
રાજ્ય સંચાલિત મંદિરોમાં ફક્ત બ્રાહ્મણો જ પૂજારી કેમ હોય છે?: હાઇકોર્ટે મધ્યપ્રદેશ સરકાર પાસેથી એક મહિનામાં જવાબ માંગ્યો : મધ્યપ્રદેશ હાઈકોર્ટે એક જાહેર હિત અરજી પર સુનાવણી કરતા રાજ્ય સરકાર પાસેથી જવાબ માંગ્યો :અરજીમાં એવો પ્રશ્ન ઉઠાવાયો છે કે રાજ્ય સરકાર દ્વારા સંચાલિત ધાર્મિક સ્થળોમાં ફક્ત બ્રાહ્મણોને જ પુજારી તરીકે કામ કરવાની તક કેમ આપવામાં આવે છે.?11:58 PM IST
સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ : પુણેમાં ૧૧.૮૯ હેક્ટર આરક્ષિત વન જમીનની ફાળવણી અને વેચાણ ગેરકાયદેસર : રાજકારણીઓ, અધિકારીઓ અને બિલ્ડરોના ગઠજોડા પર આકરા પ્રહાર : દેશભરમાં વન જમીનના દુરૂપયોગની તપાસ માટે વિશેષ તપાસ ટીમ (SIT) ની રચનાનો આદેશ : ગેરકાયદેસર ફાળવણી કરનારાઓ પાસેથી જમીન પાછી મેળવવા અથવા વળતર વસૂલ કરવાનો નિર્દેશ12:15 AM IST
ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરના ખેડૂત પુત્ર રાજ મિશ્રાએ ઇંગ્લેન્ડના વેલિંગબોરોના મેયર તરીકે ઇતિહાસ રચ્યો : સ્થાનિક કાઉન્સિલર બાદ માર્કેટ ટાઉનના પ્રથમ ભારતીય મૂળના મેયર બન્યા : ૩૭ વર્ષીય રાજ મિશ્રાની સફળતાથી વતન મિર્ઝાપુરમાં ખુશીની લહેર : સમાવેશી અને સમૃદ્ધ સમુદાય માટે કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી : કાઉન્સિલની બેઠકોની અધ્યક્ષતા કરવા અને સમુદાય સાથે જોડાવા માટે તૈયાર12:06 AM IST
અકિલા સોશ્યિલ મીડિયાસશક્ત મહિલાઓ દેશના વિકાસનો આધારસ્તંભ - મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયા : ગાંધીનગર ખાતે મહિલા સંમેલનમાં અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ : મહિલા અને બાળ વિકાસ મંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલ સંમેલનમાં સખી વન સ્ટોપ સેન્ટર અને આંગણવાડીઓનું ઈ-લોકાર્પણ : વિવિધ યોજનાઓના લાભાર્થીઓનું સન્માન5:14 PM IST
ગુજરાતમાં 16 આની એટલે કે સવાસો ટકાની આસપાસ ચોમાસુ રહેવાની શક્યતા : જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આગાહીકારોના સંમેલનમાં 50 થી વધારે હવામાન આગાહીકારો એકત્ર : જેમાં કોઇ જ્યોતિષ દ્વારા, કોઇ પ્રાકૃતિક સંકેતો દ્વારા, કોઇ નક્ષત્રો દ્વારા અલગ અલગ પદ્ધતિથી વાતાવરણનો તાગ મેળવનારા આગાહીકારોને આમંત્રીત કરવામાં આવ્યા હતા3:57 PM IST
ગુજરાત પોલીસની સાયબર ગુનાઓ સામે ભવ્ય સફળતા : છેલ્લા ૧૫ દિવસમાં ચાઇનીઝ ગેંગના સાગરીતો અને ડિજિટલ એરેસ્ટ જેવા ૧૨ મહત્વના કેસ ઉકેલાયા : કરોડો રૂપિયાની છેતરપિંડીનો પર્દાફાશ : અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાની સાયબર ક્રાઇમ ટીમોએ ટેકનોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે કમ્બોડિયા, નેપાળ અને દુબઈથી ઓપરેટ થતી ગેંગના સભ્યોને ઝડપી પાડ્યા : ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ટીમોને અભિનંદન પાઠવ્યા4:57 PM IST
૧૧૭ ગુન્હા જે ગેંગ સામે દેશભરમાં નોંધાયા છે તેના સૂત્રધારના ચાઇનીસ ગેંગ સાથે કનેક્શન ખુલ્યા : મુળ ભાવનગર પંથક, સુરતમાં વસવાટ પછી દુબઈ,નેપાળમાં રહેતા માસ્ટર માઇન્ડ પાર્થ ગોવાણી ગેંગ દ્વારા ૯૦ વર્ષના સિનિયર સિરિઝને ડિજિટલ એરેસ્ટ કરી ૧ કરોડ, ૧૫ લાખ,૫૦ હજાર ટ્રાન્સફર કરાવેલ : સુરત સાયબર ક્રાઇમના વિશેષ ઓપરેશનમાં લખનઉ એરપોર્ટ પરથી ઝડપાયેલ સૂત્રધારની અકિલા સમક્ષ ક્રાઇમ કુંડળી ખોલતા સુરત ડીસીપી ક્રાઈમ ભાવેશ રોજીયા : ૯૦ વર્ષનાં વડીલને ટોર્ચર કર્યાનું જાણો ઉકળી ઉઠેલા સીપી અનુપમસિંહ ગેહલોત દ્વારા તાકીદે જોઇન્ટ સીપી ક્રાઇમ સાથે ચર્ચા કરી આ જવાબદારી ડીસીપી ક્રાઇમ ટીમને સુપ્રત કરેલ12:08 PM IST
આંતરરાષ્ટ્રીય મ્યૂઝિયમ દિવસ : ગુજરાતમાં છેલ્લા અઢી દાયકામાં ઇતિહાસ, વારસો અને સંસ્કૃતિને ઉજાગર કરતા અભૂતપૂર્વ મ્યૂઝિયમોનું નિર્માણ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના વિઝનને સાકાર કરતું ગુજરાત : વડનગરથી માંડીને સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધીના વિશિષ્ટ સંગ્રહાલયો વિશ્વભરમાં રાજ્યની ઓળખ બની રહ્યા છે3:35 PM IST
ગુજરાતમાં સહકારી ક્ષેત્રનું મહાકુંભ : રવિવારે સાયન્સ સિટી ખાતે સહકારી મહાસંમેલન : કેન્દ્રીય ગૃહમંત્રી મંત્રી અમિતભાઈ શાહ કરાવશે શુભારંભ : 'સહકારથી સમૃદ્ધિ'ના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવા ૪૫૦૦થી વધુ સહકારી પ્રતિનિધિઓ એકત્ર થશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહેશે7:23 PM IST
તુર્કીએ પાકિસ્તાનને સપોર્ટ કરતા નવસારીના એપીએમસીમાં ફળોના વેપારીએ તુર્કીના 13 મણ જેટલા સફરજનનો કચરાપેટીમાં નાંખીને નાશ કર્યો : ફળોના વેપારીનો અનોખો વિરોધ : તુર્કીના જેટલા પણ તમે એપલના વેપાર કરો છો એમની સાથે એ વેપાર તોડી નાંખો અને હિન્દુસ્તાનને મજબુત બનાવો : ફૂટના વેપારી ચંદ્રકાંતભાઈની અપીલ3:42 PM IST
ચોરી કરેલ મોબાઇલ દ્વારા ૧ લાખ પોતાની માતાના ખાતામાં ટ્રાન્સફર કરી નાખ્યા : નવતર ઘટના : ક્રાઇમ બ્રાંચ પીઆઇ આર જી જાડેજા, એન. જી.જાડેજા, પીએસઆઇ પી. એમ. ધાકડા, અને કે.ડી રાઠોડ સ્ટાફ દ્વારા મિલકત વિરોધી આરોપીઓ સામે જંગ મંડાયો છેસીપી નરસિંહમાં કોમાર, એડી.સીપી લીના પાટીલ, ડીસીપી યુવરાજસિંહ ગોહિલ, એસીપી હરપાલસિંહ રાઠોડના માર્ગદર્શનમાં ચાલતા અભિયાનમાં રસપ્રદ કથા બહાર આવી રહી છે2:30 PM IST
મનપાના ૧૮૧ આવાસો માટે સાડા ત્રણ હજાર અરજી : મુદતપૂર્ણ : ખાલી પડેલ LIG (2BHK)ના ૧૩૭ સ્લેટ સામે ૧૭૪૪ તથા EWS-2 (1.5BHK)ના ૪૪ માટે ૧૮૦૪ ફોર્મ ભરાયા LIG કેટેગરીના આવાસો કેવા હશે ૦૨ બીએચકે, ક્ષેત્રફળ ૫૦ ચો.મીટર, આવાસની કિંમત રૂ. ૧૨ લાખ, વાર્ષિક આવકમર્યાદા રૂ. ૩ થી ૬.૦૦ લાખ, ડિપોઝીટ રૂ. ૨૦,૦૦૦ EWS-2 કેટેગરીના આવાસોની માહિતી ૧.૫ બીએચકે, ક્ષેત્રફળ ૪૦ ચો. મીટર, આવાસની કિંમત રૂ. ૫.૫૦ લાખ, વાર્ષિક આવકમર્યાદા રૂ. ૩ લાખ, ડિપોઝીટ રૂ. ૧૦,૦૦૦2:20 PM IST
પરોપકાર એ કાઠીયાવાડની સંસ્કૃતિ છેઃ જેતપુરના મેવાસામાં દિવ્યાંગોને સાધન સહાય- સેવાસેતુ- મેડીકલ કેમ્પ યોજાયા : કેન્દ્રીયમંત્રી મનસુખભાઇની ઉપસ્થિતિઃ વડાપ્રધાને લોકોની વચ્ચે જઇ સરકારી યોજનાના લાભો પહોંચતા કર્યા છે : ૫૦૨ દિવ્યાંગોને ૬૧ લાખથી વધુના ખર્ચે ૮૭૮ સહાયક ઉપકરણો અપાયાઃ મેવાસા ક્ષેત્રમાં ૧.૧૦ કરોડના વિકાસકામોના લોકાપર્ણ2:46 PM IST
ભુજનું સ્મૃતિવન મ્યૂઝિયમ માત્ર ભારત જ નહીં પણ દુનિયાનું ગૌરવ : રાજનાથસિંહ : કચ્છીમાડુઓની ખુમારી અને ભૂકંપ બાદ નરેન્દ્રભાઈના વિઝનથી કચ્છના સર્વાંગી વિકાસને બિરદાવતા સંરક્ષણ મંત્રી : ઐતિહાસિક હડપ્પન વસાહતો, ભૂકંપને લગતી વૈજ્ઞાનિક માહિતીના વિવિધ ચાર્ટ, મોડેલ નિહાળીને સંરક્ષણ મંત્રી પ્રભાવિત12:19 PM IST
અમરેલી - જીલ્લા ભાજપ દ્વારા તિરંગાયાત્રા1:33 PM IST
વ્યાજવટાવના ગુન્હાઓ વધારે દાખલ કરી તેવા ગુનેગારો પર કાર્યવાહી કરી : ડી.જી.પી વિકાસ સહાય દ્વારા જૂનાગઢ રેન્જ ખાતે મંથલી ક્રાઇમ કોન્ફરન્સ : ત્રણ વાત અમારી ત્રણ વાત તમારી પ્રોગ્રામ થી લોકો સાથે પોલીસ સંવાદ કરી ને તેના સ્થાનિક પ્રશ્નો નો ઉકેલ લાવવા માટે ની કાર્યવાહી :100 કલાક ના સમય ગાળા માં લીસ્ટ તૈયાર કરી ગુનેગારો પર શિક્ષાત્મક કાર્યવાહી4:46 PM IST
ઊનાઃ મકાનના ફળિયામાં મગર ઊના12:13 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
યુરોપના પાવરફુલ દેશ જર્મનીમાંથી હેલોવીનની રાત્રે અત્યાર સુધીનો સૌથી મોટો, ખૌફનાક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ૩૪ મોટા શહેરોમાં ‘Gen Z’ યુવાનોનું અણધારી આક્રમકતા સાથે ભયાનક આંદોલન ફાટી નીકળ્યું: ૧.૬૦ લાખ યુવાનો રસ્તા પર ઉતરી આવીને લક્ઝરી કાર શોરૂમ્સ પર પાટિયાં મારીને તોડફોડ મચાવી : પોલીસકર્મીઓ પર ફટાકડા અને પથ્થરો ફેંકીને આખો દેશ હચમચાવી નાખનાર આ કાળમુખા તોફાનો જોઈને આખી દુનિયાના વિદેશી મીડિયાના છાતીના પાટિયા બેસી ગયા5:36 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
આંતરરાષ્ટ્રીય મંચ પરથી ભારતીયો અને હિન્દુ ધર્મની આસ્થા પર અત્યાર સુધીનો સૌથી મોટો અને કાળજું કંપાવી દેતો સ્ફોટક પર્દાફાશ: ઈઝરાયલના એક ધર્મગુરુએ 'ભારતીયો ગૌમુત્ર પીવે છે...' તેમ કહીને હિન્દુઓની ભયાનક મજાક ઉડાવતાં જ સમગ્ર વિશ્વભરમાં ફાટી નીકળ્યો ભારે આક્રોશ અને જ્વાળામુખી : ભારત અને ઈઝરાયલના દ્વિપક્ષીય સંબંધો વચ્ચે એક ધર્મગુરુની વિષમય અને ઝેરી ટિપ્પણીથી કરોડો હિન્દુઓની ધાર્મિક ભાવોના ધજાગરા ઊડ્યા:સોશિયલ મીડિયા પર આ સનસનાટીભર્યા વિડિયોથી ભારતીયોના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
જુનિયર મહિલા હોકી ટીમની જાહેરાત, ભારત આર્જેન્ટિનામાં 4 દેશોની ટુર્નામેન્ટમાં પોતાની તાકાત બતાવશે: જુનિયર વર્લ્ડ કપની તૈયારીઓ માટે મહત્વપૂર્ણ : ભારતીય ટીમની કમાન ગોલકીપર નિધિને, જ્યારે હિના બાનોને ઉપ-કેપ્ટન તરીકે જવાબદારી, ટીમમાં બે ગોલકીપર, આઠ ડિફેન્ડર, આઠ મિડફિલ્ડર અને છ ફોરવર્ડ ખેલાડીઓનું સંતુલિત સંયોજન9:42 PM IST
ખૂબ ખૂબ શુભેચ્છા રોહિત.એ માત્ર તારી યાદોમાં નહીં રહે, પણ તારું નામ યુવાન ખેલાડીઓ માટે એક પ્રેરણા સમાન રહેશે અને તું આ શહેર અને દેશનો દિગ્ગજ ખેલાડી છે : નીતા અંબાણી : રોહિત શર્માને લઈને રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ પણ એવી વાત કહી છે કે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય, નીતા અંબાણી અને રોહિત શર્મા બંને જણ એક ખાસ બોન્ડ શેર કરે છે4:47 PM IST
વાનખેડે સ્ટેડિયમ ખાતે રોહિત શર્માના નામ પર એક સ્ટેન્ડનું અનાવરણ સમયે આ દિવસ જોવા માટે પસાર થયેલા મુશ્કેલ દિવસો યાદ કરીને માતાપિતાની આંખોમાંથી આંસુ વહી રહ્યા : "આજે મારા પરિવાર, મારા માતા-પિતા, ભાઈ અને પત્ની અહીં છે એ મારા માટે ખૂબ મોટી વાત છે, તેમણે મારા માટે જે કંઈ છોડી દીધું છે તેના માટે હું હંમેશા તેમનો આભારી રહીશ : રોહિત શર્મા3:40 PM IST
"જોતા રહો! અમારા આગામી ટ્રેકનો પહેલો લુક આવવાનો છે." : પ્રયાગરાજના મહાકુંભમાં ચર્ચામાં આવેલી મોનાલિસાએ તેના પહેલા ગીતનું શૂટિંગ પણ શરૂ કરી દીધું : તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી : મોનાલિસા તસવીરોમાં સફેદ રંગનુ સૂટ પહેરેલી જોવા મળી રહી છે. મોનાલિસા તેની કજરાવાળી આંખો, ખુલ્લા સ્ટેટ વાળ, કપાળ પર બિંદી અને કાનમાં મોટી બુટ્ટીઓ સાથે ખૂબ જ સુંદર લાગે છે, લુક જોઈને ચાહકો પણ તેના દિવાના થઈ ગયા 4:04 PM IST
સનીની OTTની દુનિયામાં એન્ટ્રી9:57 AM IST
હું ક્રિએટિવ ટીમનો ભાગ ન હતો,એક દિવસ અસિતે મને એક નવા પાત્ર ઇન્સ્પેક્ટર ચાલુ પાંડે વિશે કહ્યું અને મને આ ભૂમિકા ઓફર કરી : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં 17 વર્ષથી કામ કરતા ચાલુ પાન્ડે : . તે સમયે હું શનિદેવ સીરિયલમાં કામ કરી રહ્યો હતો જ્યારે પણ મને ફ્રી સમય મળતો, ત્યારે હું તારક મહેતા શો માટે કેટલાક ઇનપુટ્સ આપતો4:25 PM IST






























































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી
































































































































































































