તા. ૩૦ ઓગષ્ટ ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૨, શુક્રવાર
News of Saturday, 17th May 2025
જેતપુર મહાદેવના મંદિરમાં તોડફોડ
મંદિરમાં પોઠીયા તથા ગૌમુખનું મુખ તોડી નાંખ્યુઃ ભૈરવ દાદાની મૂર્તિ ઉખાડી નાખતા ભાવિકોમાં ઉગ્રરોષઃ અજાણ્યા શખ્સ સામે પોલીસમાં ફરીયાદ

મંદિરમાં પોઠીયામાં તોડફોડ કરાઇ તે અને ભૈરવ દાદાની ઉખાડી નંખાયો મૂર્તિ નજરે પડે છે. (તસ્વીરઃ કેતન ઓઝા જેતપુર)
(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.૧૭: જેતપુરના દેરડી ધાર આવાસ યોજના પાસે આવેલ મહાદેવ મંદિરમાં કોઇએ તોડફોડ કરતા ભાવિકોમાં ઉગ્ર રોષ વ્યાપી ગયો છે. તોડફોટ કરનાર અજાણ્યા શખ્સ સામે પોલીસમાં ફરીયાદ થઇ છે. મળતી વિગતો મુજબ શહેરના દેરડી ધારા આવાસ યોજના પાસે આવેલ જય મંગળેશ્વર મહાદેવ મંદિરમાં સેવા પૂજા કરતા તરુણભાઈ કનૈયાને કોઈએ જાણ કરેલ કે મંદિરમાં કોઈ અજાણ્યા શખ્સોએ તોડફોડ કરેલ છે જેથી તરુણભાઈએ મંદિરે જઈ જોતા શંકર ભગવાનના પોઠિયાનું તેમજ ગૌમુખીનું મુખ તોડેલ હોય તેમજ કાળભૈરવ દાદાની પથ્થરની મૂર્તિ પણ ઉખાડી નાખેલ હોય લોકોની ધાર્મિક લાગણી દુભાઈ તેવું કળત્ય કરેલ હોય આ અંગે ઉદ્યોગ નગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
