તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 17th May 2025
પ્રખર આર્યસામાાજીક રમેશભાઇ આર્યનો જન્મદિન ૮૦ માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ પ્રખર આર્યસમાજી, ગૌ ભકત રમેશભાઇ આર્યનો તા. ૧૮ ના ૮૦ મો જન્મ દિવસ છે તેઓ રાજકોટ આર્યસમાજ મહર્ષિ દયાનંદ માર્ગ (હાથીખાના) ના પૂર્વ મંત્રી અને છેલ્લા સાઇઠ વર્ષથી આર્યસમાજ વૈદ પ્રચાર માટે કાર્યરત રહે છે. આર્ય સમાજ મહર્ષિદયાનંદ માર્ગના પાયાના પથ્થર તરીકે કામ કરેલ છે. આર્યસમાજના અગ્રણી માહતા આનંદ સ્વામી સરસ્વતી બે વખત રાજકોટ વેદ પ્રચાર માટે તેમજ સ્વામી અગ્નીવેશ રાજકોટ આવેલ ત્યારે પણ તેની સેવા કરી હતી. તેઓએ ગૌ હત્યા બંધ ન થાય ત્યાં સુધી ચામડુ ન પહેરવાની ટેક લીધેલ છે. રમેશભાઇ આર્યએ આર્ય મિત્ર મંડળ દ્વારા વર્ષો સુધી સાહિત્યનો પ્રચાર કરેલ મો. ૯૯૯૮ર ૬૦૧૬૦
(11:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
