<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th May 2025

સમ્રાટ પબ્‍લિસિટિ/એન્‍ટર પ્રાઇઝવાળા મનીષભાઈ ચાંગેલાના પિતાશ્રીનું દુઃખદ અવસાનઃ સોમવારે બેસણું

 

રાજકોટઃ ચાંગેલા પરિવારના સભ્‍ય શ્રી બાબુલાલ ટપુભાઈ ચાંગેલાનું તા. ૧૭-૦૫-૨૦૨૫ ને શનિવારના રોજ ૮૪ વર્ષની વયે રાજકોટ ખાતે દુઃખદ અવસાન થયું છે. તેમના નિધનથી ચાંગેલા પરિવાર અને તેમના તોહીજનોમાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

સદ્ગતના આત્‍માની શાંતિ માટે પરમ કળપાળુ પરમાત્‍માને પ્રાર્થના કરવામાં આવી છે. તેમના પરિવાર દ્વારા સદ્ગતનું બેસણું સોમવાર, તા.૧૯ના રોજ સવારે ૮ થી ૧૦ કલાકે માતુશ્રી જેઠીબેન ગોરધનભાઈ ગોવાણીના નિવાસસ્‍થાન, ઉમાભવન-રાજકોટ, ઉમાપાર્ક, શેરી નં. ૧, આલાપ એવન્‍યુની બાજુમાં, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવ્‍યું છે. પરિવાર દ્વારા જણાવવામાં આવ્‍યું છે કે લૌકિક પ્રથા બંધ રાખવામાં આવી છે. બહારગામના સગા-સંબંધીઓને ફોન દ્વારા દિલગીરી વ્‍યક્‍ત કરવા વિનંતી કરવામાં આવી છે.

શોકગ્રસ્‍ત પરિવારમાં ગં.સ્‍વ. હિરાબેન બાબુલાલ ચાંગેલા (પત્‍ની), મનિષભાઈ બાબુલાલ ચાંગેલા (પુત્ર) અને તેમના પત્‍ની દર્શનાબેન મનિષભાઈ ચાંગેલા, પૌત્રો ચિંતન મનિષભાઈ ચાંગેલા, પાર્થ મનિષભાઈ ચાંગેલા, પુત્રી વિભાબેન પ્રવિણકુમાર ઘોડાસરા અને શિલ્‍પાબેન (ચીલુબેન) ધીરજલાલ વાછાણી તેમજ ચાંગેલા પરિવાર રાજકોટ/ગોંડલના સભ્‍યોનો સમાવેશ થાય છે.

મનિષભાઈ ચાંગેલા પૂર્વ મહામંત્રી, રાજકોટ જિલ્લા ભાજપ છે. સમ્રાટ પબ્‍લિસિટી અને સમ્રાટ એન્‍ટરપ્રાઈઝ - રાજકોટ-શાપર દ્વારા પણ શોક વ્‍યક્‍ત કરવામાં આવ્‍યો છે. સમગ્ર ચાંગેલા પરિવારે જયશ્રીકળષ્‍ણ પાઠવ્‍યા છે.(મો.૯૮૨૫૨ ૯૫૧૩૩)

(4:14 PM IST)