<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th May 2025

દેશનાં બધા જ તીર્થધામોની દંડવત્‌ યાત્રાએ નિકળેલા યુપીના શિક્ષક આટકોટ પહોંચ્‍યા

બાર વર્ષ સુધી ભારત દેશના ચારધામ બાર જ્‍યોર્તિલિંગ ૧૮ શક્‍તિપીઠ દંડવત યાત્રાનો સંકલ્‍પ

ભારતના બધા જ તીર્થધામો ની દંડવત યાત્રા કરી રહેલ ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લાના નવાબ ગંજ તાલુકાના મોજેરા સંતોષ ગામનાં ૪૧ વર્ષીય શિક્ષક નરેશ ગંગાવર આટકોટ ગામમાં પહોંચ્‍યા હતા આ યાત્રામાં તેમના ધર્મપત્‍ની સુમિત્રા દેવી અને પુત્ર પ્રહલાદ સાથે છે તેમનો સંકલ્‍પ સનાતન ધર્મની રક્ષા માટે માનવતાની રક્ષા માટે ગૌમાતાની રક્ષા માટે તેમજ ગૌ માતાને રાષ્‍ટ્રીય માતા જાહેર કરવાના હેતુ સાથે ૧૨ વર્ષ સુધી ચાર ધામ બાર જ્‍યોર્તિલિંગ ૧૮ શક્‍તિપીઠ સહિત ભારતભરમાં તમામ તીર્થધામ દંડવત યાત્રા કરવાનો સંકલ્‍પ છે વધું નરેશ ગંગાવરે જણાવ્‍યું હતું કે તેઓ તારીખ ૧ મે ૨૦૨૩થી યાત્રાનો પ્રારંભ કરેલ હતો પ્રથમ તેઓ હરિદ્વાર બદ્રીનાથ યમનોત્રી ગંગોત્રી કેદારનાથ નેપાળ પશુપતિનાથ વૈષ્‍ણવ દેવી ગોવર્ધન પર્વતની પરિક્રમા કળષ્‍ણ જન્‍મભૂમિ અયોધ્‍યા પુષ્‍કર ચામુંડ માતા ચારભુજે અંબાજી મંદિર થઈ રૂ.૬,૦૦૦ kmનું અંતર કાપીને આટકોટ આવી પહોંચ્‍યા હતા તેમનું ભક્‍તો દ્વારા રહેવાની વ્‍યવસ્‍થા વીરબાઈમાં ધામ ખાતે કરવામાં આવી હતી આ યાત્રામાં કોઈ પાસે પાણી અન્નનો દાણો ભોજન કોઈના ઘરે પ્રવેશ ન કરો તેમજ લોખંડ લાકડા કે પ્‍લાસ્‍ટિક પર ન બેસવા કઠિન સંકલ્‍પ કરી યાત્રા કરી હતી તેમ જ દંડવત કરતા હોય ત્‍યારે તેમને ચા પાણી નાસ્‍તો આપવામાં આવ્‍યો હતો.(તસવીરો : કરશન બામટા -આટકોટ)

(12:18 PM IST)