News of Saturday, 17th May 2025
આઇ શ્રી ખોડીયાર મંદિર સેવક ગણ દ્વારા કાલે સર્વ જ્ઞાતિ સમુહલગ્નઃ રકતદાન કેમ્પ
૭ દિકરીઓને કરીયાવરમાં ૧પ૦ થી વધુ વસ્તુઓ અપાશેઃ ૪૦ થીવધુ રકતની બોટલ એકત્ર

રાજકોટઃ આઇ શ્રી ખોડીયાર મંદિર (૧૦- કેદારનાથ સોસાયટી, કોઠારીયા રોડ, રાજકોટ) દ્વારા માતાજીના સાનીધ્યમાં આવતી કાલે તા. ૧૮ ના રવિવારે ૭ દિકરીઓના ૩૧ મો સર્વજ્ઞાતી સમુહ લગ્નમહોત્સવનું આયોજન કરેલ છે. તેમાં નવવધુને ૧પ૦ થી વધારે કરીયાવરની ચીજવસ્તુઓ આપવામાં આવશે. ભોજન પ્રસાદનું પણ આયોજન થયેલ હોવાનું યાદીમાં જણાવાયું છે.
આ ઉપરાંત તા. ૧૮ સાંજે પ થી ૮ કલાક નાથાણી બ્લડ બેંકના સહયોગથી રકતદાન કેમ્પનું આયોજન કરેલ છે.
આગદજનન. ીયઇ બનાવવા ભુવા પરસોતમભાઇ એન દોંગા મો. ૯૮૨૪૨ ૮૩૧૮૪ ના માર્ગદર્શન હેઠળ આઇ શ્રી ખોડીયાર મંદિરના સેવકગણ પરિવાર દ્વારા કુ. ગોપી પી. દોંગા, પ્રતિપાલસિંહ ચુડાસમા, દામજીભાઇ વેકરીયા, અશ્વિનભાઇ રામાણી, કિશોરભાઇ લીંબાસીયા, મોહનભાઇ ગોહેલ, સુરેશભાઇ કોટડીયા, જીતુભાઇ લીંબાસીયા, ગોબરભાઇ દોંગા, ધીરૂભાઇ દોંગા, રમેશભાઇ દોંગા, સુરેશભાઇ દોંગા, નાથાભાઇ ટીબડીયા, ચંદુભાઇ ચાંદીવાળા, હિતેષભાઇ આસોદરીયા, મુકેશભાઇ વસોયા, હરેશભાઇ આહુજા, સમીરભાઇ કાપડીયા, જીજ્ઞેશભાઇ ટીંબડીયા, આકાશ પી. દોંગા, મહેન્દ્રભાઇ કોઠારી, હરેશભાઇ મોણપરા, અલ્પેશભાઇ ભંડેરી, મૌલિકભાઇ રવાણી, જયસુખભાઇ પટોળીયા, જયભાઇ પટેલ, રાજુભાઇ દોંગા, પ્રતિકભાઇ મોણપરા, ભાર્ગવભાઇ કે. પટેલ, પ્રતિક એ. રામાણી, કમલેશભાઇ દોંગા, મહેશભાઇ દોંગા, પ્રશાંત દોંગા, પીયુષભાઇ લાવડીયા, આશીષભાઇ વેકરીયા, નિરવભાઇ પાટડીયા, વિજયભાઇ જાદવ, મહેશભાઇ ડોડીયા, સુરેશભાઇ સાવલીયા તેમજ કેદારનાથ યુવા ગૃપ જાહેમત ઉઠાવી રહયા છે.
દિકરીઓને કરિયાવરમાં સોનાનો દાણો, સાંકડા, બોકસ પલંગ, ગાદલા સેટ સહિતની ચીજ-વસ્તુઓ આપવામાં આવશે.
(2:54 PM IST)










