તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 17th May 2025
જામનગર મહાનગરપાલિકાનો આદેશ : રંગમતી નદી વિસ્તાર અને બનિયા વિસ્તારના દબાણકર્તાઓને ૭ દિવસમાં દબાણ દૂર કરવા સૂચના
અનઅધિકૃત દબાણકર્તાઓને જીપીએમસી એક્ટની કલમ ૪૭૮(૨) હેઠળ નોટિસ : માનવતાના ધોરણે ઘરસામાન ખસેડવા માટે સમય અપાયો

જામનગર: જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના રંગમતી નદીના વિસ્તાર તેમજ રે.સર્વે નં. ૨૯૮માં આવેલ બનિયા વિસ્તારમાં અનઅધિકૃત રીતે દબાણ કરનારાઓને કડક આદેશ આપવામાં આવ્યો છે. મહાનગરપાલિકાએ ધી ગુજરાત પ્રોવિન્સિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન્સ એક્ટ – ૧૯૪૯ની કલમ નં. ૪૭૮(૨) હેઠળ આ દબાણકર્તાઓને નોટિસ પાઠવી છે.
આ આદેશ બાદ જામનગર મહાનગરપાલિકા દ્વારા રંગમતી નદીના વિસ્તારમાં કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણોનો કબજો તાત્કાલિક ખાલી કરવા માટે મૌખિક સૂચનાઓ પણ આપવામાં આવી હતી. જો કે, રહેણાંકમાં રહેતા લોકો દ્વારા ઘરસામાન ખસેડવા અને વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા કરવા માટે સમય આપવા વિનંતી કરવામાં આવી હતી.
જામનગર મહાનગરપાલિકાએ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા અને માનવતાના ધોરણે આ વિસ્તારના દબાણકર્તાઓની વિનંતીને સ્વીકારી છે. આથી, તમામ સંબંધિતોને જાણ કરવામાં આવે છે કે તેઓ આ બિનઅધિકૃત મકાનોમાં રહેલો પોતાનો સરસામાન આગામી ૭ દિવસમાં સ્વેચ્છાએ ખાલી કરી દે. આ સમય મર્યાદા બાદ મહાનગરપાલિકા દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, જેની તમામ જવાબદારી દબાણકર્તાઓની રહેશે.
(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
