તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 17th May 2025
વ્રજ વ્હાલું રે વૈકુંઠ નહી આવું...શ્રી વ્રજપતિ વિહાર ૮૪ કોસ યાત્રા

ચન્દ્રગોપાલજી મહારાજ(વેરાવળ-પોરબંદર)ના અધ્યક્ષસ્થાને વિવિધ મનોરથો સાથે તા.૨૮ ઓગસ્ટથી તા.૧ ઓક્ટોબર સુધી ૩૫ દિવસની વ્રજયાત્રાનું આયોજનઃ કિર્તન, રાસ, આચાર્યશ્રીઓના વચનામૃત, વ્રજની પ્રખ્યાત રાસલીલાનો આનંદ માણવાનો અવસરઃ સોમવારે રાજકોટ સમિતિના કાર્યાલયનું ઉદ્ઘાટન
રાજકોટઃ વૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો ૧૦૮ શ્રી ચન્દ્રગોપાલજી મહારાજશ્રી (વેરાવળ-પોરબંદર)ના સર્વાધ્યક્ષ સ્થાને તથા યાત્રા ઉપાધ્યક્ષ પૂ.પો.ગો. ૧૦૬ શ્રી ઉત્સવરાયજી મહારાજશ્રી (વેરાવળ-પોરબંદર) દ્વારા આગામી તા.૨૮-૦૮-૨૦૨૫ થી તા.૦૧-૧૦-૨૦૨૫ સુધી વ્રજયાત્રાનું દિવ્ય વિવિધ મનોરથો સાથે આયોજન કરાયું છે.
દરરોજ વિવિધ મનોરથો, કિર્તન-રાસ, આચાર્યશ્રીઓના વચનામૃત, વ્રજની પ્રખ્યાત રાસલીલાનો આનંદ માણવાનો અનેરો અવસર પ્રાપ્ત થશે.
વ્રજયાત્રા સર્વાધ્યક્ષ પૂ.પા.ગો. ૧૦૮ શ્રીચન્દ્રગોપાલજી મહારાજ પોરબંદર થી રાજકોટ આવી રહ્યા છે. આમંત્રણ સભા રાજકોટના વિવિધ વિસ્તારોમાં રાખવામાં આવેલ છે.
આજે તા.૧૭ શનિવાર, રાત્રે ૯ વાગ્યે રણછોડનગર વિસ્તાર, સંતકબીર રોડ-૪, બ્રાહ્મપીયારા-ગોવિંદબાગ શાક માર્કેટ સામેની શેરી શ્રી ભૂનેશ્વરી તીર્થ એપાર્ટમેન્ટના કમ્પાઉન્ડમાં રાખેલ છે. તા.૧૮ રવિવાર, સાંજે ૬ વાગ્યે દરબારગઢ, સોની બજાર પાસે આવેલ શ્રી બાલકૃષ્ણલાલજીની હવેલી પ્રાંગણમાં રાખેલ છે. તા.૧૯ સોમવાર, રાત્રે ૯ વાગ્યે શ્રી મનસુખભાઈ સાવલીયાને ત્યાં, ૧૫૦ ફૂટ રીંગ રોડ, એપલ અલ્ટેરા એપાર્ટમેન્ટ, બાલાજી હોલ પાછળ રાખેલ છે. તા.૧૯ સોમવાર, સાંજે ૭:૩૦ વાગ્યે વ્રજયાત્રા સમિતિ, રાજકોટ કાર્યાલયનું પૂ.પા.ગો. શ્રી ચન્દ્રગોપાલજી મહારાજશ્રી ના વરદ કરકમલો દ્વારા કરવામાં આવશે.
ઉદ્ઘાટન સ્થળઃ અરવિંદભાઈ પાટડીયા શ્રી મારૂતીનંદન કોમ્પલેક્ષ, આશાપુરા મેઈન રોડ, ૪૯-પ્રહલાદ પ્લોટ કોર્નર, રાજકોટ.
નિ.લી.પ.પૂ.ગો. ૧૦૮ શ્રીમગ્નલાલજી મહારાજ શ્રી (વેરાવળ-મુંબઈ) વાળાના નિવાસસ્થાનનેથી નિ.લી.પ.પૂ.ગો. ૧૦૮ શ્રીમુરલીધરજી મહારાજશ્રી તેમજ નિ.લી.પ.પૂ.ગો ૧૦૮ શ્રીનટવરગોપાલજી મહારાજશ્રીની સ્મૃતિમાં પ.પૂ.ગો. ૧૦૮ શ્રીચન્દ્રગોપાલજી મહારાજશ્રી (પોરબંદર)ના સર્વાધ્યક્ષ સ્થાને તેમજ પૂ.પા.ગો. ૧૦૬ શ્રીઉત્સવરાયજી મહારાજશ્રીના ઉપાધ્યક્ષ સ્થાને તેમજ પ.પૂ.પા.ગો ૧૦૬ શ્રીઅનિરૂધ્ધલાલજી મહોદય શ્રી (શ્રી કન્હૈયા બાવા) તથા પૂ.પા.ચિ.ગો. શ્રીસ્વાનન્દ બાવાશ્રી તેમજ પ.પૂ.પા.ચિ.ગો. શ્રીવ્રજાનંદ બાવાશ્રીના સાનિધ્યમાં શ્રી વ્રજપતિ વિહાર ૮૪ કોસ વ્રજ પરિક્રમાનું આયોજન થયેલ છે.
આ અલૌકિક વ્રજયાત્રામાં પૂુ.પા.ગોસ્વામીની શ્રીકાલિન્દીવહુજી મહારાજ (વેરાવળ-દ્વારકા) ઉપસ્થિત રહેશે.
તા.૨૮-૦૫-૨૦૨૫ના રોજ શોભાયાત્રા નિયમ ગ્રહણ, અન્તગૃહી પરિક્રમા તેમજ યમુનાજીની આરતી કરી યાત્રા પ્રારંભ થશે. દરરોજ યાત્રા દરમિયાન જુદી જુદી સ્થલીઓ પર વિવિધ મનોરથ દર્શન, રાસ-ગરબા, કિર્તન, વચનામૃત તથા રાત્રિના સમયે વ્રજની વિખ્યાત રસધારી મંડલી દ્વારા જુદી જુદી લીલાઓનું મંચન થશે.
તા.૦૫-૦૯-૨૦૨૫ના જતીપુર, ગોવિંદ કુંડ પર બડો મનોરથ (છપ્પન ભોગ), ગોવર્ધનપૂજા તથા ૨૯-૦૯-૨૦૨૫ શ્રી મદ ગોકુલમાં બડો મનોરથ (છપ્પનભોગ) તથા ઠકુરાણી ઘાટે યમુનાજી પૂજન થશે.
પગપાળા યાત્રા દરમિયાન મધુવન, શિવતાલ કુંડ, ધ્રુવજીના દર્શન તાલવન-કુમદવન, શાંતન કુંડ, બહુલાવન, જમનાવતા ગામ, નારદ કુંડ, કુસુમ સરોવર, રાધાકૃષ્ણ કુંડ, માનસી ગંગા, એંઠા-પેઠા, ચન્દ્ર સરોવર, આન્યોર, ગોવિંદ કુંડ, જતીપુરા, ગોવર્ધન પૂજા, ટોડનો ધનો, શ્યામ ઢાંક, ગુલાલ કુંડ, ગીરિરાજજીની પરિક્રમા, ડીગ ના ભવન દર્શન, રેવતીજી ના દર્શન, આદી બદ્દી અલકગંગા, સેઉ પરમદરા, કામવન, વિમલ કુંડ, ચરણ પહાડી, શ્રી કુંડ બેઠકજી, લપસણી શીલા, વ્યોમાસુરની ગુફા, ભોજન થાળી, બરસાના, સુનહરાની કદમ ખંડી, છપ્પન કટોરા, દેહ કુંડ, વિમલ કુંડ, સાકરી ખોર, રાધારાની મંદિર ગહેરવન, દાનગઢ-માનગઢ, મોર કુટીર, કરહલા બેઠકજી, ટેરકદંબ, પાન સરોવર, નંદગામ, પ્રેમ સરોવર, સંકેતવન, રીઠોરા-ઉધ્ધવકયારી, નંદમહલ, કોસી, કોકિલાવન, શનિદેવ દર્શન, પાંડવ ગંગા, કોટવન પૈગામ, શેષશાહી, ચીરધાટ, બિહારવન, અક્ષયવટ, કાત્યાયની દેવીના દર્શન, બરછવન, બેલવન, ખીચડી ખેલ મનોરથ, શ્યામવન, ભદ્રવન ભાંડીરવન, માટવન, બંસીવટ, માન સરોવર, લોહવન, શ્રીમદ ગોકુલ, દાઉજીના દર્શન, રમણ રેતી, બ્રહ્માંડ ઘાટ, ઠકુરાણી ઘાટ વિગેરે વ્રજભૂમિની હાકોરજીની વિવિધ લીલાઓની સ્થલીમાં ૩૫ દિવસ વ્રજભૂમિમાં વિહાર કરવાનો દુર્લભ લાભ શ્રી વલ્લભકુલ ના સાનિધ્ય થી મળશે.
અલૌકિક વ્રજયાત્રામાં જોડાવા માટે (૧) શ્રી વલ્લભગળહ હવેલી, પ્લોટ નં. ૭૫,૭૬, સત્યમ પાર્ક, રાજીવનગર, પોરબંદર. કેશુભાઈ મોડપરવાળા ૯૯૨૫૭ ૭૭૦૬૯ ) રાજકોટ - અરવિંદભાઈ પાટડીયા, માધવભાઇ સોની, મારૂતિનંદન કોમ્પલેક્ષ, આશાપુરા મેઈન રોડ, ૧૯-પ્રહલાદ પ્લોટ કોર્નર, આશાપુરા પેંડાવાળાની બાજુમાં, રાજકોટ. મો. ૭૦૧૬૪ પર૬૧૧, ૯૮૨૫૦ ૭૫૦૨૬નો સંપર્ક કરરી શકાય છે.
તસ્વીરમાં શ્રી ચન્દ્રગોપાલજી મહારાજ સાથે અરવિંદભાઈ પાટડીયા, ભૂપતભાઈ દુલારી, માધવભાઈ સોની, નજરે પડે છે.(તસ્વીરઃઅભિજીત બગથરીયા)
(2:50 PM IST)










