તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 17th May 2025
ચોરી કરેલ મોબાઇલ દ્વારા ૧ લાખ પોતાની માતાના ખાતામાં ટ્રાન્સફર કરી નાખ્યા : નવતર ઘટના
ક્રાઇમ બ્રાંચ પીઆઇ આર જી જાડેજા, એન. જી.જાડેજા, પીએસઆઇ પી. એમ. ધાકડા, અને કે.ડી રાઠોડ સ્ટાફ દ્વારા મિલકત વિરોધી આરોપીઓ સામે જંગ મંડાયો છેસીપી નરસિંહમાં કોમાર, એડી.સીપી લીના પાટીલ, ડીસીપી યુવરાજસિંહ ગોહિલ, એસીપી હરપાલસિંહ રાઠોડના માર્ગદર્શનમાં ચાલતા અભિયાનમાં રસપ્રદ કથા બહાર આવી રહી છે

રાજકોટ તા.૧૭: મિલકત વિરોધી ગુનાઓની તપાસને ટોપ પ્રાયોરીટી આપવાના વડોદરા સીપી નરસિહમાં કોમાર દ્વારા ચાર્જ સંભાળતા સાથે જ આપેલ આદેશ માત્ર કાગળ પર ન રહે અને તેની અમલવારી, અને ક્રાઈમ કોન્ફરન્સમાં પણ હિસાબ કિતાબ થતા હોવાથી દરેક પોલીસ મથક તો એલર્ટ બન્યા, એટલુજ નહીં ક્રાઇમ અર્થાત્ DCB બ્રાન્ચને પણ વિશેષ જવાબદારી સુપ્રત થતા દર અઠવાડીએ એક કે બે વખત સફળતા મળે છે.
ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર આર.જી.જાડેજા તેમજ પોલીસ ઇન્સ્પેકટર એન.જી.જાડેજા નાઓની દોરવણી હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પો.સબ.ઇન્સ. પી.એમ.ધાખડા તેમજ પો.સબ.ઇન્સ. કે.ડી.રાઠોડ નાઓની ટિમે શહેર વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમી આધારે છાણી કેનાલ રોડ, સીતારામ કોમ્પલેક્ષ આગળ રોડ ખાતે જઇ તપાસ કરતાં સ્થળ પર એકસેસ મોપેડ સાથે હાજર ઇસમ નામે દિપક ઉર્ફે બાબુ બ્રીજલાલ ગુપ્તા ઉ.વ.૨૩ રહે. ગામ રણોલી ખરી ફળીયુ વડોદરા મુળ ગામ બંધપોખરા જી.મહુ ઉત્તરપ્રદેશનો ક્રાઇમ બ્રાન્ચની ટીમને જોઇ નાશવાની કોશીશ કરતો શંકાસ્પદ જણાતા તેને પકડી પાડી સદરીની ઝડતી દરમ્યાન રોકડા રૂ.૪,૦૦૦/- ની ચલણી નોટો મળી આવતા માહીતી આધારે આ ઇસમની સઘન પુછપરછ કરવામાં આવતા આ ઇસમે પોતે પોતાની પાસેની એકસેસ મોપેડ પર રણોલી ખાતે જઇ આજથી પાંચ-છ દિવસ પહેલા વહેલી સવારના સમયે એક મકાનમાંથી રોકડા રૂપીયા,મો.ફોન અને હનુમાનજીના સોનાના ચકતાની ચોરી કરેલાની અને તેની પાસેથી મળેલ રોકડ રકમ આ ચોરી કરેલ રૂપીયા પૈકીના રૂપીયા હોવાનુ તેમક આ ચોરી કરેલ મોબાઇલ ફોનથી રૂપીયા એક લાખની રકમ તેની માતાની ખાતામાં ટ્રાન્સફર કરી આર્થીક લાભ મેળવેલ હોવાનુ જણાવતા જેથી આ ઇસમ પાસેથી મળેલ રોકડ રકમ અને એકસેસ મોપેડને તપાસ અર્થે કબજે કરી આ ઇસમ સામે કાયદેસરની કાર્યવાહી કરી આ ઇસમ દ્વારા મકાનમાં કરેલ ચોરી અંગે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હોય આ અંગે જવાહરનગર પોલીસ સ્ટેશનને જાણ કરી વધુ તપાસ માટે સોંપવાની કાર્યવાહી કરેલ છે. પકડાયેલ આરોપીનું નામ-સરનામુ દિપક ઉર્ફે બાબુ બ્રીજલાલ ગુપ્તા ઉ.વ.૨૩ રહે. ગામ રણોલી ખરી ફળીયુ વડોદરા મુળ ગામ બંધપોખરા જી.મહુ
આ આરોપી સાથે મિલકત વિરોધી ગુનાઓના અભિયાનનુ સુકાન એડી સીપી લીના પાટીલ, ડીસીપી યુવરાજસિંહ જાડેજા અને એસીપી હરપાલસિંહ
(2:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
