News of Saturday, 17th May 2025
જામનગરના ખેડૂતો માટે ખુશખબર : ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે : ૨૫ મે સુધી નોંધણી કરાવો
ભારત સરકાર દ્વારા ક્વિન્ટલ દીઠ ₹૮૬૮૨નો ભાવ જાહેર : ઈ-ગ્રામ કેન્દ્રો પર VCE મારફતે નોંધણી પ્રક્રિયા શરૂ

જામનગર : જામનગર જિલ્લાના ખેડૂતો માટે સારા સમાચાર છે. ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માટે ઉનાળુ મગનો ટેકાનો ભાવ રૂપિયા ૮૬૮૨ પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે અને આગામી સમયમાં પ્રાઈઝ સપોર્ટ સ્કીમ હેઠળ ટેકાના ભાવે મગની ખરીદી શરૂ કરવામાં આવશે.
જે ખેડૂતો પોતાના ઉનાળુ મગ ટેકાના ભાવે વેચવા ઇચ્છતા હોય, તેઓએ તારીખ ૨૫ મે, ૨૦૨૫ સુધીમાં ગ્રામ્ય કક્ષાએ આવેલા ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE મારફતે નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર ફરજિયાતપણે ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે. આ અંગેની માહિતી જિલ્લા ખેતીવાડી અધિકારી જામનગર દ્વારા એક યાદીમાં આપવામાં આવી છે.
જિલ્લાના તમામ ખેડૂતોને આ તકનો લાભ લેવા અને નિર્ધારિત સમય મર્યાદામાં પોતાની નોંધણી કરાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે, જેથી તેઓ તેમના ઉત્પાદનનો યોગ્ય ભાવ મેળવી શકે. નોંધણી પ્રક્રિયા ઈ-ગ્રામ કેન્દ્રો પર સરળતાથી ઉપલબ્ધ છે.
(7:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
