તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 17th May 2025
પાદરામાં વધુ એક પાકિસ્તાન પ્રેમી ઝડપાયો, દેશ વિરોધી પોસ્ટ કરી શેર
પાદરામાં દેશદ્રોહી ઝડપાયોઃદેશમાં પાકિસ્તાની ધ્વજના પોસ્ટરને રોડ પર લગાવી તેના પર ગાડીઓ દોડાવી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો

પાદરા,તા.૧૭
પહેલગામ આતંકી હુમલા પછી દેશભરમાં રોષ અને દુઃખની લાગણી ફેલાઈ હતી. ત્યારથી ભારત અને પાકિસ્તાન વચ્ચેનાં સંબંધો વણસેલા છે. જેથી પાકિસ્તાનને તેનો જવાબ આપવાની લોકોએ માંગણી કરી હતી.તેના પરિણામે ભારતે ઓપરેશન સિંદુર હાથ ધરીને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. દેશમાં પાકિસ્તાની ધ્વજના પોસ્ટરને રોડ પર લગાવી તેના પર ગાડીઓ દોડાવી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. તો ભારતમાં જ રહીને પાકિસ્તાનને સપોર્ટ કરનારાઓ સામે પણ કાર્યવાહી કરાઈ છે. તેવા ઘણા પાકિસ્તાન પ્રેમીઓ દેશમાં છે. જેને શોધવાના બાકી છે. વડોદરાના પાદરામાં દેશ વિરોધી પોસ્ટ કરનારની પાદરા પોલીસે અટકાયત કરી હતી. પાદરામાં દેશદ્રોહી ઝડપાયો
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વડોદરાના પાદરામાં વધુ એક પાકિસ્તાન પ્રેમી ઝડપાયો હતો. આરોપી સિદ્દીક મલેકે ભારતીય સેના અને પ્રધાનમંત્રી વિરુદ્ધ વિવાદિત પોસ્ટ સોશિયલ મીડિયામાં શેર કરી હતી.તેમજ ભારત દેશને પાકિસ્તાન સામે નીચે બતાવવાનો પ્રયાસ કર્યો હતો.ભારતમાં જ રહીને પાકિસ્તાન પ્રત્યે તેનો પ્રેમ સ્પષ્ટ દેખાઈ આવ્યો હતો. દેશ વિરોધી પોસ્ટ કરનારા આરોપીને પાદરા પોલીસે ઝડપી લીધો હતો.
ગુજરાતમાં આવા ઘણા પાકિસ્તાન પ્રેમીઓને પોલીસે ઝડપી લઈને જેલ ભેગા કર્યા છે. દ્વારકા જિલ્લાના ભાણવડમાં જ ૨ પાકિસ્તાન સાથે સંપર્ક ધરાવનારાઓને ઝડપી લેવાયા હતા. દેશદ્રોહી આરોપીઓ પાકિસ્તાની લોકો સાથે સંપર્ક હોવાનું પુરવાર થતા તેમને જેલભેગા કરવામાં આવ્યા હતા.તો અમરેલીમાં એક મૌલાનાનો પાકિસ્તાની સંપર્ક સામે આવ્યો હતો. ભારતમાં જ રહીને દેશ વિરોધી પ્રવૃતિ કરનારા આ આરોપી મોલાનાના મોબાઈલમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ગ્રુપ મળી આવ્યા હતા. જેને પોલીસે ઝડપીને તેના મદરેસા પર બુલડોઝર ફેરવીને કાર્યવાહી હાથ ધરી હતી.
(10:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
