તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 17th May 2025
સુરતમાં સ્માર્ટ મીટરના વિરોધમાં કર્મચારી પર ચાર શખ્શો દ્વારા હુમલો : મહિલા સહીત ચારની ધરપકડ
ચાર જેટલા લોકોએ માર માર્યો :એક વ્યક્તિ હાથમાં લાકડી લઈને આવી : બીજીવાર દેખાઈશ તો હાથ-પગ તોડી નાખીશ અને જીવતો નહીં રહેવા દઉં.એવી ધમકી આપી

સુરતમાં ડીજીવીસીએલ કંપની અને અલેથીયા નામની પ્રાઇવેટ કંપનીના કર્મચારીઓ સ્માર્ટ મીટર લગાડવાનું કામ શહેરભરમાં કરી રહ્યા છે તેવામાં ડીજીવીસીએલ અને અલેથીયા કંપનીના કર્મચારીઓ અમરોલીના કોસાડ આવાસ એચ ફોર બિલ્ડિંગ નંબર 311 પર વિભાગ A તથા વિભાગ Bની બિલ્ડિંગના મીટર બદલવાના હોવાથી ત્યાં ગયા હતા
આ સમયે એક અજાણ્યા વ્યક્તિ દ્વારા કર્મચારીઓને અપશબ્દો બોલવામાં આવ્યા હતા. તેમજ અન્ય એક નજીક બેઠેલા વ્યક્તિએ અલેથીયા કંપનીના કર્મી ભૂષણ શિંદે પર હુમલો કર્યો હતો. બાદમાં ચાર જેટલા લોકોએ ભૂષણ શિંદેને ઢીક્કા-મૂક્કાથી માર માર્યો હતો. બાદમાં એક વ્યક્તિ હાથમાં લાકડી લઈને આવી હતી અને ભૂષણ શિંદેને મારવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં ભૂષણ શિંદેને ડાબા હાથે અને કોણીના ભાગે મૂંઢ ઇજા પહોંચી હતી. આ સમયે હાજર અન્ય સહકાર્મચારીઓ દ્વારા 100 નંબર પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી
ભૂષણ શિંદે ઉપર હિંસક રીતે હુમલો કરી માર મારવામાં આવે છે. આ સાથે એક વ્યક્તિ દ્વારા ધમકી આપવામાં આવી હતી કે, બીજીવાર દેખાઈશ તો હાથ-પગ તોડી નાખીશ અને જીવતો નહીં રહેવા દઉં. હાલ પોલીસ દ્વારા તમામ એક મહિલા સહિત ચાર આરોપીને પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
(11:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
