તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 17th May 2025
માસી સાથે રસ્તો ઓળંગી રહેલી ૧૩ વર્ષની ઝરણાનું કારની ઠોકરે મોત
પડધરીથી મોરબી માસીના ઘરે વેકેશન કરવા ગઇ હતીઃ સારવાર દરમિયાન રાજકોટમાં દમ તોડતાં પરિવારમાં અરેરાટી

રાજકોટ તા. ૧૭: મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે માસીની નજર સામે જ પંદર વર્ષની ભાણેજ કારની ઠોકરે ચડી જતાં મોત થયું હતું.
જાણવા મળ્યા મુજબ પડધરીના ફુલવાડી વિસ્તારમાં રહેતી ઝરણા દિલીપભાઇ જાદવ (ઉ.વ.૧૩) પોતાના માસી ભગવતીબેન અનિલભાઇ પરમાર (રહે. મહેન્દ્રનગર મોરબી)ના ઘરે વેકેશન કરવા ગઇ હોઇ ૧૪મીએ માસી-ભાણેજ ઘર નજીક હળવદ રોડ પર રસ્તો ઓળંગી રહ્યા હતાં ત્યારે કારના ચાલકે ઝરણાને ઠોકરે ચડાવી દેતાં ગંભીર ઇજા થતાં મોરબી સારવાર અપાવી રાજકોટ ખસેડાઇ હતી. અહિ મોત નિપજતાં પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. મૃતયુ પામનાર ઝરણા આ વર્ષે જ ધોરણ-૬માં આવી હતી. તેના પિતા છુટક સફાઇ કામ કરે છે. પોતે એક ભાઇથી મોટી હતી. માસી-ભાણેજ બજારેથી ઘરે જતાં હતાં ત્યારે આ બનાવ બન્યો હતો. લાડકવાયી દિકરીના મોતથી પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.
(3:46 PM IST)










