<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th May 2025

ચોરીના ગુનામાં પકડાયેલ આરોપીઓને જામીન પર છોડવા કોર્ટનો આદેશ

ચોરીના ગુન્હામાં સંડોવાયેલ તહોમતદારોને જામીન પર મુક્ત કરવાનો કોર્ટ હુકમ કર્યો હતો


રાજકોટ, તા.૧૭ઃ આ બનાવની ટૂંક હકીકત ઍવી છે કે ફરિયાદી નિરંજકુમાર મહેશકુમાર તન્ના ઍ ફરીયાદ નોંધાવી હતી.પોતાની હકીકતમાં તેણેદર્શાવેલ છે કે આજી ડેમ વિસ્તારમાં લોઠડા ભાયાસર રોડ પર દેવકી સ્ટીલ કોન નામનું ભાડે સ્કેપનું કારખાનું રાખી વેપાર ધંધો કરું છું.
તારીખ ૧૩/૦૪/૨૦૨૫ ના રોજ હું મારા કામથી ચાઈના  ગયેલ હતો અને તારીખ ૧૮/૦૪/૨૦૨૫ ના રોજ ભારતીય સમય મુજબ સવારના ૮ઃ૦૦ વાગે મારા ફોનમાં અમારા કારખાનામાં કામ કરતા અલીભાઈ ઉર્ફે જેનુભાઈ વશરામભાઈ વકાતર ફોન આવેલ હતો અને માલ ચોરાઈ ગયો તેની વાત કરેલ હતી અને હું સવારે ૮ઃ૦૦ વાગે અમોના કારખાને ગયેલ હતો અને ત્યાં જોયું તો કારખનાનો દરવાજો ખુલ્લો હતો અને ત્યાં કોઈ હાજર નહોતું અને કારખાનામાં ચેકીંગ કરતા ત્યાં શેડમાં લોખંડનો સ્કેપ આશરે ચારથી પાંચેક ટન જેવો હતો તે જોવા મળેલ નહી અને આજુબાજુમાં ચેક કરતા મળી આવેલ નહી અને કારખાનાના કેમેરા ચેક કરતા લાઈટ ન હોવાથી કેમેરા બંધ હતા અને અમારા કારખાનામાં કામ કરતા ત્યાં જ રહેતા રાહુલભાઈ અને તેમના પત્ની પ્રીયાબેન હાજર મળેલ નહતા અને રાહુલભાઈ ને અવાર નવાર ફોન કરતા તેઓનો ફોન બંધ આવતો હતો જેથી અમો ફરિયાદીઍ વારંવાર ફોન કરતા આ રાહુલભાઈઍ ફોન ઉપાડેલ નહી જેથી અમો ફરિયાદીને રાહુલભાઈ પર શંકા ગયેલ અને અમારા કારખાનામાં કામ કરતા હોય ઍટલે તે બધી અમોની વાત તથા માલની લેવડ-દેવડનો ખ્યાલ હોય, જેથી જેમાં કુલ મુદામાલ ૧,૮૦,૦૦૦ નો હતો. જેથી અમો ધોરણસરની ફરિયાદ રાહુલભાઈ ઉપર આપેલ હતી. જેમાં પોલીસની વધુ તપાસ કરતા જય નામનો શખ્સ અને નવઘણભાઈ આ બંને તહોમતદારોના નામ ખુલ્લેલા હતા.
તહોમતદારો દ્વારા પોતાના વકીલ મારફત હાજર થઈ ત્હોમતદારોના વકીલ દ્વારા મૌખીક દલીલો કરી હતી ત્યારબાદ કોર્ટ દ્વારા ને રાજકોટના  જજે ત્હોમતદારોને જામીન ઉપર છોડી મૂકવાનો હુકમ કરેલ હતો.
હાલના કામે આરોપીને તરફે બલરામ ઍસ. પંડીત, મોતીભાઈ ઍન. સિંધવ, ધારા ઍસ. પંડીત, વંદના જે ગૌસ્વામી આરોપી વતી ઍડવોકેટ તરીકે રોકાયેલ હતા. (રર.૧૪)

(4:14 PM IST)