<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th May 2025

દાહોદ મનરેગા કૌભાંડ:મંત્રી પુત્ર બળવંત ખાવડ સહીત બે આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર

દાહોદ સેશન્સ કોર્ટમાં બે આરોપીઓ બળવંત ખાવડ અને દર્શન પટેલને રજૂ કરાયા:કોર્ટે બંન્ને આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

દાહોદ મનરેગા કૌભાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. બે આરોપીઓને દાહોદ સેશન્સ કોર્ટમાં રજૂ કરાયા છે. બળવંત ખાવડ અને દર્શન પટેલને રજૂ કરાયા, કોર્ટે બંન્ને આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

 

દાહોદ જિલ્લામાં નકલી એન.એ. જમીન કૌભાંડ બાદ મહાત્મા ગાંધી રોજગાર ગેરંટી યોજના (મનરેગા) માં કરવાના થતા કામોમાં ખોટા દસ્તાવેજો ઊભા કરી વર્ષ 2021 થી 2025 વચ્ચે ગેરરીતિ આચરવામાં આવી હોવાની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસે ધાનપુર અને દેવગઢ બારીયાની મળીને 35 એજન્સીઓ સામે ગુનો દાખલ કર્યો છે. 35 પૈકી એક એજન્સી રાજ્ય સરકારના મંત્રી બચુભાઈ ખાબડના પુત્ર બળવંત ખાબડની હતી. પોલીસે મનરેગામાં કૌભાંડ મામલે કાર્યવાહી કરતાં મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડ અને તત્કાલીન TDO દર્શન પટેલની ધરપકડ કરી છે.  

 

દેવગઢબારિયા તાલુકાના કૂવા તેમજ રેઢાણા તથા ધાનપુરના સીમામોઇ સહિત ત્રણ ગામોમાં માટી મેટલ રોડ, સીસી રોડ, ચેક વોલ, સ્ટોન બંડ જેવા મનરેગાના કામોમાં માત્ર દેખાડા પૂરતું કામ કરવામાં આવ્યું છે. આ કામોનું કમ્પ્લિટિશન સર્ટિફિકેટ રજૂ કરી જે એજન્સીના નામનો કોન્ટ્રાક્ટ હતો તેને બદલે અન્ય એજન્સીઓને ચૂકવણી કરી દેવામાં આવી છે. જે એજન્સીઓને ચૂકવણી કરવામાં આવી છે તે એવી એજન્સીઓ છે જેણે ટેન્ડર પ્રક્રિયામાં પણ ભાગ નથી લીધો.

(9:28 PM IST)