તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 17th May 2025
ડાંગના ભવાડી ગામના ઉપલા ફળિયામાં પતિએ તેની પત્નીની હત્યા કરી
ગુજરાતમાં હત્યાના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છેઃપત્નીની હત્યા બાદ પતિએ આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી

ડાંગ,તા.૧૭
ગુજરાતમાં હત્યાના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે.જેના લીધે ગુજરાતનો કાયદો વ્યવસ્થા કથળી રહી છે.તો પતિ પત્ની વચ્ચેના કંકાસમાં પતિ તેની પત્નીને મોતને ઘાટ ઉતારી દીધાની ઘણી ઘટનાઓ અગાઉ પણ બની ચૂકી છે. ત્યારે ડાંગમાં આવો જ એક બનાવ સામે આવ્યો હતો. ડાંગ જિલ્લાના ભવાડી ગામના ઉપલા ફળિયામાં પતિએ તેની પત્નીની હત્યા કરી નાખી હતી. જે બાદ પતિએ પણ આત્મહત્યા કરી લીધી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ડાંગના ભવાડી ગામના ઉપલા ફળિયામાં ગત રાત્રિ દરમિયાન પારિવારિક ઝઘડામાં પત્નીની હત્યા કરીને પતિએ ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. તે અગાઉ પતિ સાધુરામે તેની દિકરીને જાણ કરી હતી. તેણે તેની માતા શાંતાબેનની હત્યા કરી નાખી છે. તો દીકરીએ સવારે ઉઠીને ઘરમાં જોતા પિતા મળ્યા નહોતા. આથી તપાસ કરતાં સાધુરામ ઘરની ઠોડે દૂર આવેલ ઝાડ ઉપર ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા.
પત્નીની હત્યા બાદ પતિએ આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. તો ગામના સરપંચે ઘટનાની જાણ પોલીસને કરી હતી. જેથી પોલીસે ઘટના સ્થળે આવીને હત્યા અને આત્મહત્યાની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. સાધુરામના સાઢુભાઈ પણ રાત્રિ દરમિયાન આકસ્મિક રીતે મૃત્યુ પામી જતા પોલીસે એ દિશામાં પણ તપાસ શરૃ કરી છે. તો ડાંગ સહિત ગુજરાતમાં પણ અગાઉ આવી ઘણી ઘટનાઓ સામે આવી ચૂકી છે. પોરબંદરમાં પણ ઘરકંકાસના લીધે પતિએ તેની પત્નીની હત્યા કરી હતી, જે બાદ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી.
(10:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
