તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 17th May 2025
વ્યાજવટાવના ગુન્હાઓ વધારે દાખલ કરી તેવા ગુનેગારો પર કાર્યવાહી કરી : ડી.જી.પી વિકાસ સહાય દ્વારા જૂનાગઢ રેન્જ ખાતે મંથલી ક્રાઇમ કોન્ફરન્સ
ત્રણ વાત અમારી ત્રણ વાત તમારી પ્રોગ્રામ થી લોકો સાથે પોલીસ સંવાદ કરી ને તેના સ્થાનિક પ્રશ્નો નો ઉકેલ લાવવા માટે ની કાર્યવાહી :100 કલાક ના સમય ગાળા માં લીસ્ટ તૈયાર કરી ગુનેગારો પર શિક્ષાત્મક કાર્યવાહી

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧૭ : આજરોજ ડી.જી.પી વિકાસ સહાય દ્વારા જૂનાગઢ રેન્જ ખાતે મંથલી ક્રાઇમ કોન્ફરન્સ નું આયોજન કરેલ જેમાં રાજ્યના એડીજી કક્ષા ના અધિકારી શ્રી, તમામ સીપી શ્રી તથા રેન્જ આઈ જી પી શ્રી નાઓ હાજર રહેલ, ત્યાર બાદ ડીજીપી દ્વારા પ્રેસ બ્રીફ કરવામાં આવેલ છે. આ તકે નિલેશ જાજડિયા ઉપસ્થિત રહ્યા હતા
- વ્યાજવટાવ ના ગુન્હાઓ વધારે દાખલ કરી તેવા ગુનેગારો પર કાર્યવાહી કરી,
- 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ થી લોકો ને પોતા નો મુદ્દામાલ પરત મળે તેવા કાર્યક્રમો કરી ને લોકો ને પોતાનો સામાન પાછો આપવામાં આવ્યો,
- ત્રણ વાત અમારી ત્રણ વાત તમારી પ્રોગ્રામ થી લોકો સાથે પોલીસ સંવાદ કરી ને તેના સ્થાનિક પ્રશ્નો નો ઉકેલ લાવવા માટે ની કાર્યવાહી કરવામાં આવે છે.
- 100 કલાક ના સમય ગાળા માં લીસ્ટ તૈયાર કરી ગુનેગારો પર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી ગુનેગારો ની સરકારી જમીન પર બનાવેલ બાંધકામ નું Demolition કરવામાં આવ્યું.
- આઈ પ્રગતિ નામનું પોર્ટલ સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવ્યું તેનાથી ફરિયાદી ને તેની ફરિયાદ ના તમામ સ્ટેજ ની માહિતી મેસેજ દ્વારા મળી શકે છે આ પોર્ટલ થી સામાન્ય લોકો ને પોતાની ફરિયાદ બાબતે તમામ માહિતી મળી રહેશે.
સાઈબર ક્રાઇમ થી તેને ઘટાડવાનો તેમજ પકડવા ની કામગીરી કરવામાં આવે છે.
ફિશેરમેન વોચ ગ્રુપ થી માછીમારો ને જાણકારી આપીએ, પોલીસ બોટ પેટ્રોલિંગ કરે છે, ફિશરીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા કામગીરી કરવામાં આવે છે, કોસટગાર્ડ દ્વારા સુરક્ષા કરવામાં આવે છે.
જૂનાગઢ રેન્જ માંથી 9 પોલીસ કર્મચારીઓ ને સારીકામગીરી બદલ પ્રશંસા પત્ર આપવામાં આવેલ છે.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)
(4:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
