News of Saturday, 17th May 2025
શેરબજારઃ હેપી ડેઇઝ આર હિયર અગેઇન...
હવે ચોમાસુ અફલાતુન જશે તો શેરબજાર નવો હાઇ બનાવશે બોર્ડર ઉપર ટેન્શન ખતમઃ ટેરીફ વોરમં ટ્રમ્પ કુણા પડયાઃ IPO આવવાના પણ શરૂ

રાજકોટ, તા. ૧૭: હેપ્પી ડેઇઝ આર હિયર અગેઇનઃ શેર બજાર.
બોર્ડર પર ટેન્શન ખતમ થતા જ શેરબજાર ઉપર.
ટેરીફ વોરને લઈને પણ ડોનાલ્ડ ડ્રમ્પ કુણા પડ્યા.
પ્રાઇમરી માર્કેટમાં પણ આઇ.પી.ઓ આવવાના શરૂ થયા.
શેર બજારમાં હેપ્પી ડેઇઝ આર હિયર અગેઇન જેવુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. ઘણા દિવસો, બલ્કે મહિનાઓથી બજારમાં મંદીનું વાતાવરણ હતું. વિદેશી રોકાણકારો શેરો વેચી રહ્યા હતા. અધૂરામાં પૂરું ટેરીફ વોરનું પણ ભૂત જાગ્યું હતું, અને છેલ્લે-છેલ્લે ભારત પાકિસ્તાન બોર્ડર પર તંગ દિલ્લી વધતા શેર બજાર તૂટતું જતું હતું. ત્યાર પછી થયેલી એર સ્ટ્રાઈકને લઈને શેરબજાર સુધરે તેવી કોઈ શકયતાઓ નહોતી દેખાતી. પરંતુ પરિસ્થિતિ હવે બદલાઈ ગઈ છે. બોર્ડર પર ટેન્શન નથી. સીઝ ફાયરનો અમલ ચાલુ છે. ડોનાલ્ડ ટ્રમ્પ પણ ટેરીફ વોરને લઈને બધા દેશો સાથે વાટા ઘાટો કરી રહ્યા છે. ટેરીફ વોર ધીમી પડી ગઈ છે. મંદ પડી ગઈ છે. બાકી હતું તો વિદેશી રોકાણકારો પણ ભારતીય શેર બજારમાં ખરીદી કરવા લાગ્યા છે. પરિસ્થિતિ પ્રતિકૂળ માંથી સાનુકૂળ બની છે.
પ્રાઇમરી માર્કેટમાં પણ સળવળાટ થઈ રહ્યો છે. આઇ.પી.ઓ આવવા લાગતા પ્રાઇમરી માર્કેટના ઓપરેટરો પણ સક્રિય બન્યા છે. એટલે એવું કહી શકાય કે હેપ્પી ડેઇઝ આર હિયર અગેઇન. જો શેર બજારમાં હવે નેગેટિવ ન્યુઝ નહીં આવે તો પોઝિટિવ તો ઘણા ન્યૂઝ અગાઉ આવી જ ગયા છે. જેમ કે વ્યાજ દરોમાં ઘણો ઘટાડો થઈ ગયો છે. ઉપરાંત જી.એસ.ટી કલેક્શન રેકોર્ડ સ્તર પર પહોંચ્યું છે. ધંધા-રોજગારમાં સુધારો જોવાઈ રહ્યો છે. કંપનીઓના પરિણામો પણ એટલા ખરાબ નથી આવ્યા. કારણકે એડવાન્સ ટેક્સ કલેક્શન પણ વધ્યું છે. ૧૨ લાખ રૂપિયા સુધીની આવક પણ કર મુક્ત થતા લોકો રૂપિયા ખર્ચી શકશે.
હવે ચોમાસા ઉપર થોડો બજારનો મદાર રહેશે. કારણ કે આપણો દેશ કળષિ પ્રધાન છે. ચોમાસું જો સારું જાય તો શેરબજારની તેજીને વેગ મળે એટલે શેર બજાર માટે અને આપણા અર્થતંત્ર માટે પણ ચોમાસુ મહત્વનો ભાગ ભજવશે, અને જો સારું ચોમાસું જાય તો સેન્સેક્ષ કદાચ નવો હાઈ પણ બનાવી શકે છે. શેરબજારના નિષ્ણાંત પરેશભાઈ વાઘાણીના જણાવ્યાનુસાર શેર બજારમાં છેલ્લા ત્રણ-ચાર ટ્રેડિંગ સેશન થી વોલ્યુમ માં ઉછાળો જોવા મળ્યો છે. સ્મોલ કેપ - મીડ કેપ માં તેજી જોવા મળી રહી છે. રોકાણકારોને હવે રોકાણ કરવામાં બીક નથી લાગતી. કારણકે બોર્ડર પર શાંતિ છે. ટ્રમ્પ પણ ટેરીફ વોરને લઈને થોડા શાંતિથી નિર્ણયો લઈ રહ્યા છે. પ્રાઇમરી માર્કેટમાં અસંખ્ય આઈ.પી.ઓ પાઇપલાઇનમાં છે અને આવવાની તૈયારીમાં છે. આ વીકમાં જ બે ઓ.એફ.એસ પણ બજારમાં આવી ગયા છે અને શેરોમાં ફલોર પ્રાઇસથી ઊંચા ભાવની બીડ થઈ છે. સક્સેસફૂલી પાસ થઈ ગયા છે અને આવનારા અઠવાડિયે બે મેઇન બોર્ડ આઈ.પી.ઓ અને એસ.એમ.ઇ. આઈ.પી.ઓ પણ ઘણા આવી રહ્યા છે. બજારમાં સાનુકૂળ વાતાવરણ જોવા મળી રહ્યું છે. રોકાણકારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે
(12:25 PM IST)










