<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th May 2025

મનપાના ૧૮૧ આવાસો માટે સાડા ત્રણ હજાર અરજી : મુદતપૂર્ણ

ખાલી પડેલ LIG (2BHK)ના ૧૩૭ સ્‍લેટ સામે ૧૭૪૪ તથા EWS-2 (1.5BHK)ના ૪૪ માટે ૧૮૦૪ ફોર્મ ભરાયા LIG કેટેગરીના આવાસો કેવા હશે ૦૨ બીએચકે, ક્ષેત્રફળ ૫૦ ચો.મીટર, આવાસની કિંમત રૂ. ૧૨ લાખ, વાર્ષિક આવકમર્યાદા રૂ. ૩ થી ૬.૦૦ લાખ, ડિપોઝીટ રૂ. ૨૦,૦૦૦ EWS-2 કેટેગરીના આવાસોની માહિતી ૧.૫ બીએચકે, ક્ષેત્રફળ ૪૦ ચો. મીટર, આવાસની કિંમત રૂ. ૫.૫૦ લાખ, વાર્ષિક આવકમર્યાદા રૂ. ૩ લાખ, ડિપોઝીટ રૂ. ૧૦,૦૦૦

રાજકોટ, તા. ૧૭ : મનપાના પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વિવિધ વિસ્‍તાર  નિર્માણ પામેલ અને ખાલી પડેલ LIG કેટેગરીના ૧૩૭ આવાસો માટે કુલ-૧૭૪૪ તથા EWS-2 કેટેગરીના ૪૪ આવાસો માટે કુલ-૧૮૦૪ ફોર્મ ભરાયા છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલ અને ખાલી પડેલ, શહેરના જુદા જુદા વિસ્‍તારમાં આવેલ LIG (2 BHK) કેટેગરીના ૧૩૭ આવાસો તથા EWS-2 (1.5 BHK) કેટેગરીના ૪૪ આવાસો માટે તા.૦૨ એપ્રિલ થી તા.૧૫ મે સુધી  મહાનગરપાલિકાની વેબસાઇટ www.rmc. gov.in પર ઓનલાઇન ફોર્મ ભરવાની કામગીરી પૂર્ણ થયેલ છે. જે અંતર્ગત LIG કેટેગરીમાં કુલ-૧૭૪૪ આવાસોના અરજી ફોર્મ તથા EWS-2 કેટેગરીના કુલ-૧૮૦૪ આવાસોના અરજી ફોર્મ ઓનલાઇન ભરાયા છે તેમ, રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતાશ્રી લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા અને હાઉસિંગ ઈમ્‍પ્રુવમેન્‍ટ અને ક્‍લીયરન્‍સ સમિતિના ચેરમેન નિતિનભાઈ રામાણીએ જણાવ્‍યું હતું.

(2:20 PM IST)