તા. ૧૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૮ બુધવાર
News of Saturday, 17th May 2025
CBSE ધો. ૧૦ અને ૧૨માં રાજકુમાર કોલેજના વિદ્યાર્થીઓઍ હાંસલ કર્યા ઉત્કૃષ્ટ પરિણામો
૮ વિદ્યાર્થીઓને ૧૦૦ માંથી ૧૦૦ ગુણઃ કોલેજ પ્રેસીડેન્ટ અને રાજકોટના ઠાકોર શ્રી માંધાતાસિંહજીઍ શિક્ષકો અને વિદ્યાર્થીઓને પાઠવ્યા અભિનંદન

રાજકોટ, તા. ૧૭ : હાલમાં સીબીએસસી ધોરણ ૧૦ અને ૧૨ના પરિણામોમાં રાજકુમાર કોલેજ, રાજકોટના ૩૦૫ વિદ્યાર્થીઓએ ઉત્તમ પરિણામો પ્રાપ્ત કરીને શાળા તેમજ પરિવારનુંગૌરવ વધાર્યું છે.
ધોરણ ૧૨ સાયન્સ પ્રવાહમાં રુદ્ર બાવિષીએ ૯૮.૨% મેળવીને મોખરાનું સ્થાન મેળવ્યું છે. કોમર્સમાં પ્રિષા પરમારે ૯૭.૨% જ્યારે હ્યુમેનિટીઝ પ્રવાહમાં મરલિન ફ્રાન્સિસે ૯૬.૬% મેળવી નોંધપાત્ર પરિણામ પ્રાપ્ત કર્યું છે. સંપૂર્ણ ગુણ પ્રાપ્તિની દિશામાં મનોવિજ્ઞાનમાં ચાર વિદ્યાર્થીઓ, હોમ સાયન્સમાં ચાર વિદ્યાર્થીઓ અને પેઇન્ટિંગ વિષયમાં બે વિદ્યાર્થીઓએ ૧૦૦ માંથી ૧૦૦ ગુણ હાંસલ કર્યા છે.
ધોરણ દસના પરિણામો પણ ઉત્કળષ્ટ રહ્યાં હતાં. જેમાં શાળા કક્ષાએ સુભાન અલીએ ૯૬.૩% સાથે પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. જ્યારે સંપૂર્ણ ગુણ પ્રાપ્તિની દ્રષ્ટિએ બે વિદ્યાર્થીઓએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વિષયમાં ૧૦૦માંથી ૧૦૦ગુણ મેળવ્યા છે.
વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલી સિદ્ધિઓની સરાહના કરતાં રાજકોટના ઠાકોર સાહેબ અને રાજકુમાર કોલેજના પ્રેસિડેન્ટ શ્રી માંધાતાસિંહજી જાડેજા જણાવ્યું હતું કે ભારતીય સનાતન ધર્મ અને સંસ્કળતિની જાળવણી સાથે સફળતા અને સમળદ્ધિ પ્રાપ્ત કરવાની દિશામાં આગળ ધપી શકે તે માટે રાજકુમાર કોલેજમાં પ્રત્યેક શિક્ષક કાર્યરત છે તેનું અમોને ગૌરવ છે. સને ૨૦૨૫માં પ્રાપ્ત થયેલાં સર્વોત્કળષ્ટ પરિણામો એ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોની અવિરત મહેનત અને લક્ષ પ્રાપ્તિ માટેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે.
(4:19 PM IST)










