<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th May 2025

અમદાવાદમાં છેલ્લા દોઢ મહિનાનામાં 100 જેટલી વ્યક્તિઓએ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવ્યું

13 પુરુષો, 35 મહિલાઓ, 1 સગીર હતા: જીવનના સંઘર્ષની સામે લડતને બદલે હાર માની લઈને અંતિમ પગલાં તરીકે આત્મહત્યાના વધતા બનાવ સમાજ માટે ચિંતાજનક

અમદાવાદ: આજનો સમય જેટલી ઝડપે આગળ વધી રહ્યો છે તેટલી જ ઝડપે સમાજની સામે અનેક સમસ્યાઓ ખડી કરી રહ્યો છે. જીવનના સંઘર્ષની સામે લડત આપવાને બદલે ખૂબ જ સામાન્ય ગણી શકાય તેવા કારણો સામે હાર માની લઈને અંતિમ પગલાં તરીકે આત્મહત્યાનો સ્વીકાર કરી લેવામાં આવે છે. આત્મહત્યાના વધતાં જતાં પ્રમાણે સમાજની સામે ચિંતા ઊભી કરી છે. તાજેતરમાં જ દેશમાં અનેક આપઘાતના બનાવોએ ભારે ચર્ચા જગાવી હતી, તે પૈકી અતુલ સુભાષ અને પુનિત ખુરાના આપઘાત કેસે ખૂબ ચર્ચા જગાવી હતી.

ગુજરાતમાં પણ આપઘાતના બનાવો ચિંતા વધારનારા છે. હાલ પોલીસ પાસેથી મળેલી વિગતો અનુસાર અમદાવાદ શહેરમાં છેલ્લા દોઢ મહિનાના સમયગાળામાં જ 100 જેટલી વ્યક્તિઓએ આત્મહત્યા કરીને પોતાના જીવન ટૂંકાવી લીધાં છે. જેમાં 13 પુરુષો, 35 મહિલાઓ, 1 સગીર હતા, એટલે કહી શકાય કે શહેરમાં દરરોજ બેથી વધુ વ્યક્તિ કોઈપણ કારણના લીધે આપપાત કરે છે. જે ગંભીર સ્થિતિ સૂચવે છે.

આજથી બે દિવસ પૂર્વે જ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી આરોગ્ય અને પરિવાર કલ્યાણ રીજનલ ઓફિસમાં કરાર આધારીત પટાવાળા તરીકે ફરજ બજાવતા રોહિત નામના યુવાને ઓફિસમાં જ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આત્મહત્યા કરતાં પહેલાં તેણે રડતાં-ંરડતાં અંતિમ વીડિયો બનાવીને ઉપરી અધિકારી પર માનસિક ત્રાસ આપ્યાના આક્ષેપ લગાવ્યા હતા.

પહેલાના સમયમાં આત્મ હત્યા પાછળનાં કારણો બહુ જુદા હતા. પરંતુ આજના સમયે આત્મ હત્યા પાછળનાં કારણોની તપાસ કરવામાં આવે તો ખૂબ જ સામાન્ય હોય છે. પરિવાર તરતથી આપવામાં આવતો ઠપકો, ગેમમાં હારી જવું, સોશિયલ મીડિયાથી થતો પ્રેમ, કોઈનું માઠું લાગી આવવું, આર્થિક સંકડામણ, પરીક્ષામાં ઓછા માર્ક આવવા જેવા અનેક કારણો આત્મ હત્યા માટેની દુષ્પ્રેરણા આપે છે.

 

(6:17 PM IST)