<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th May 2025

પોલીસ કમિશ્નર કચેરી સામે વિશાળકાય વૃક્ષ ધરાશાયી : ર ટ્રાફીક બ્રિગેડને ઇજા-વાહનોમાં નુકશાન

 

રાજકોટ :  પોલીસ કમિશ્નર કચેરી સામે આવેલા જીલ્લા પંચાયતના બંધ દરવાજા પાસે આવેલું વિશાળકાય વૃક્ષ આજે બપોરે ૧ર.૩૦ વાગ્‍યાના અરસામાં તુટી પડયું હતું. જેને લઇ ત્‍યાં ઉભેલા ટ્રાફીક બ્રિગેડ પ્રવિણ અશોકભાઇ ચાવડા (ઉ.વ.ર૦)ને માથામાં ગંભીર ઇજા થઇ હતી. જયારે અન્‍ય ટ્રાફીક બ્રિગેડ લાલાભાઇ સિંધાભાઇ ખોડાણી (ઉ.વ.ર૬) તેમજ એસઓજીના ડ્રાઇવર નરપતસિંહને સામાન્‍ય ઇજાઓ થઇ હતી. આ સ્‍થળે પોલીસ કમિશ્નર કચેરીના કર્મચારીઓ ટુવ્‍હીલર પાર્ક કરતા હોય છે. કેટલાક બાઇક અને નજીકમાં ઉભેલી પોલીસ જીપમાં નાનુ મોટુ નુકશાન થયું હતું. સદભાગ્‍યે કોઇ મોટી જાનહાની થઇ ન હતી. આ સ્‍થળે ઉભા રહેતા પત્રકારો પણ જોગાનુજોગ એ સમયે ત્‍યાં ન હોવાથી બચી ગયા હતા. (ફોટોઃ અભીજીત બગથરીયા)

(3:59 PM IST)